સારવાર:મુસાફર બેભાન થઈ જતાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા બચાવાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતી શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈ તરફ જઈ રહ્યું હતું

અકસ્માતગ્રસ્ત પરિસ્થિતિમાં મુસાફરોને કેવીરીતે મદદ કરી સકાય તે માટે રેલ્વે સ્ટેફને ખાસ ટ્રેનીંગ આપવામાં આવે છે. જેનો લાભ નડિયાદ રેલ્વે સ્ટેશન પર એક દર્દીને મળ્યો છે. ટ્રેનમાં બેભાન મુસાફરને રેલ્વે કર્મચારીઓ દ્વારા કૃત્રિમ શ્વાસોચ્છવાસ દ્વારા પુનઃજીવિત કરવામાં આવ્યો હતો. અજય રાવલ અને તેમની પત્ની અમદાવાદ-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં ટ્રેન નંબર 12010માં સી/3 કોચમાં સીટ 38 અને 39 પર ગાંધીનગરથી બોરીવલી જઈ રહ્યા હતા. આ દરમિયાન નડિયાદ સ્ટેશન પર સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ રાકેશ મિત્તલને માહિતી મળી કે અજય રાવલની તબિયત સારી નથી અને તે બેભાન અવસ્થામાં છે.

સટેશન સુપ્રિટેન્ડેન્ટે તાત્કાલિક કાર્યવાહી કરતા એમ્બ્યુલન્સને સૂચના આપી તથા સ્ટ્રેચર લઈને પ્લેટફોર્મ પર પહોંચ્યા. ખબર પડી કે દર્દીની હાલત નાજુક હતી અને શ્વાસ બંધ થઈ ગયો હતો. જે દરમિયાન પોઈન્ટ્સમેન જયેશ મેધા અને મિત્તલે પોતે મળીને તેમને વારા ફરથી CPR (કૃત્રિમ શ્વાસ) આપ્યો અને તેમનું જીવન બચાવ્યું હતું. રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સાવધાન રહીને મુસાફરોને મદદ કરવા માટે હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. ત્યારે એક વ્યક્તિનો જીવ બચાવી સકવાની ખુશીની ક્ષણ સોમવારે શતાબ્દી એક્સપ્રેસમાં નડિયાદ સ્ટેશન પર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...