ચાર્જ સંભાળ્યો:ખેડા જિલ્લાની વિવિધ કોર્ટમાં બાર એસોસિયનના હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સહિત જિલ્લામાં આવેલ વિવિધ કોર્ટના બાર એસોસિએશનની ડિસેમ્બરમા થયેલી ચૂંટણીમાં ચૂંટાયેલા હોદ્દેદારોએ આજે સોમવારે વિધિસર ચાર્જ સંભાળ લીધો છે. નડિયાદ કોર્ટમાં બપોરે 12 કલાકે મિટીંગ મળી હતી. જેમાં નવા હોદ્દેદારો ચાર્જ સંભાળતા વકીલમિત્રોએ તેમને વધાવી લીધા છે.

નડિયાદ બાર એસોસિયેશનની ચૂંટણીમાં વિજય થયેલા હોદ્દેદારોને ચાર્જ સોંપવા માટે આજે નડિયાદ બારના હોલ સભા મળી હતી. આ સભામાં નવા ચૂંટાયેલા હોદ્દેદારોને વિધિસર ચાર્જ સોંપવામાં આવ્યું હતો. નડિયાદ બારના પ્રમુખ તરીકે અનિલભાઈ ગૌતમ તેમજ ઉપપ્રમુખ તરીકે એસ કે પટેલ સહિતના હોદ્દેદારોએ આજે ચાર્જ સંભાળ્યા બાદ નવા વર્ષમાં વકીલો માટે કામ કરવા બાંહેધરી આપી હતી.

વસો બાર એશોશિએશનના વર્ષ 2023ના હોદેદારો જેમાં પ્રમુખ તરીકે પરેશભાઈ બી. બારોટ ,ઉપપ્રમુખ સ્મિતાબેન પટેલ, સેક્રેટરી વસંતભાઈ મકવાણા, જોઈન્ટ સેક્રેટરી કૃતિ બેન પટેલ તેમજ વિશ્રુતીબેન પટેલ અને ઉર્વીશબેન પટેલ વગેરે ચાર્જ સંભાળી લીધો છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય કોર્ટમાં આવેલા બાર એસોસિયેશનના હોદ્દેદારોને પણ આજે ચાર્જ સંભાળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...