ગળતેશ્વર તાલુકાના મહારાજાના મુવાડા પાસેથી છ માસ અગાઉ વિદેશી દારૂ સાથે ઝડપાયેલ આઇશરનો નંબર ખોટો નીકળ્યો. નંબર પ્લેટ ખોટી લગાવી દારૂની હેરાફેરી કરતા સેવાલિયા પોલીસે ઝડપી પાડી હતી. સેવાલીયાના મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી તા.23 મી નવેમ્બર 2021 ના રોજ શંકાના આધારે આઇશર ટ્રક ઝડપી પાડી હતી.
જો કે આ બનાવમાં આઇસરના ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે આઇસર ક્લિનરને ઝડપી પાડયો હતો. પોલીસે આઇશરની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટીમે આ બનાવમાં પકડાયેલા મંજીત રાધેશ્યામ પ્યારેલાલ ધાનક રહે. રામપુરા,તા.હાંસી, જિ.હિસાર, હરિયાણા ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે તપાસ કરતા કેસમાં નવો વળાંક આવ્યો છે.
જેમાં આઇશરનો નંબર ખોટો હોવાનું બહાર આવ્યું છે. જો કે આઇસર મૂળ માલિક ગુરુચરન સીતારામ ગુપ્તા હતા. આઇસર ગાડી જે તે સમયે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ આરટીઓમાં ગુજરાત આર.ટી.ઓ માં ફેરબદલ થતા આઇશરને બારડોલી આરટીઓ નંબર GJ 19 Y 1264 થી સમાઉદિન ફરીદભાઈ શાહ રહે. પલસાણા જી.સુરતના નામે થઈ હતી. આ અંગે સેવાલિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રિના ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે સેવાલીયા પોલીસ દ્વારા નાકાબંધી કરી ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.