NRI પંથક તરીકે જાણીતા ચરોતરમાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. ખાસ ખેતી અને પશુપાલન પર નિર્ભર આ વિસ્તારમાં એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ આવી છે અને જે કરોડોનું ટર્નઓવર કરે છે. ત્યારે આ જિલ્લામાં પશુપાલન વ્યવસાયને કેવો વેગ મળી રહ્યો છે તે આ સરકારી આંકડા પરથી માલુમ પડે છે. ખાનગી કંપનીઓમા નોકરી કરવી કરતા પશુપાલન વ્યવસાયમા ઝંપલાવતા જિલ્લા વાસીઓએ આજે આ વ્યવસાયને વેગવંતુ કર્યો છે.
જિલ્લામાં 8 લાખ 81 હજાર 620 દુધાળા પશુ છે
ખેડા જિલ્લા પશુપાલન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ જિલ્લામાં એક અંદરે પશુપાલનનો વ્યવસાય વધ્યો છે. હાલમાં જિલ્લાના 10 તાલુકામાંથી 1 લાખ 40 હજાર 249 લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને જિલ્લામાં 8 લાખ 81 હજાર 620 દુધાળા પશુ છે. આમાં સૌથી વધુ કપડવંજ તાલુકામાં દુધાળા પશુઓ નોંધાયા છે જ્યારે સૌથી ઓછા પશુ વસો તાલુકામાં છે. અંદાજીત 12-15 લાખ લિટર દૈનિક દૂધની આવક થાય છે અને એશિયાની સૌથી મોટી ડેરી અમૂલમાં ભરવામાં આવે છે.
25-30 હજારની આવક ચોખ્ખી દેખાતી હોય તેમ પશુપાલકો માની રહ્યા છે
જિલ્લામાં પશુપાલન વ્યવસાયને વેગ મળ્યો હોવાનુ પશુપાલન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. કોરોના કાળ બાદ જિલ્લામાં દુધાળા પશુઓની સંખ્યામાં એકાએક વધારો નોંધાયો છે. સરકારની વિવિધ યોજનાઓ થકી પશુપાલન વ્યવસાયને અહીંયા વેગ મળ્યો છે. માસિક ખર્ચને બાદ કરતાં 25-30 હજારની આવક ચોખ્ખી દેખાતી હોય તેમ પશુપાલન વ્યવસાય કરનાર લોકો જણાવી રહ્યા છે.
જિલ્લામાં પશુપાલકો (દૂધ ભરતા સભાસદોની સંખ્યા) અને પશુઓની સંખ્યા
કપડવંજ તાલુકામાં 31350 પશુપાલકો વચ્ચે 93227 ગાયો અને 82232 ભેંસો છે. ખેડા તાલુકામાં 6932 પશુપાલકો વચ્ચે 17543 ગાયો અને 42872 ભેંસો છે. નડિયાદ તાલુકામાં 15337 પશુપાલકો વચ્ચે 25144 ગાયો અને 71606 ભેંસો છે. ગળતેશ્વર તાલુકામાં 4958 પશુપાલકો વચ્ચે 13578 ગાયો અને 31238 ભેંસો છે. કઠલાલ તાલુકામાં 22648 પશુપાલકો વચ્ચે 31802 ગાયો અને 96617 ભેંસો આવેલી છે. મહુધા તાલુકામાં 8770 પશુપાલકો વચ્ચે 15681 ગાયો અને 41953 ભેંસો છે. માતર તાલુકામા 9320 પશુપાલકો વચ્ચે 17535 ગાયો અને 53069 ભેંસો આવેલી છે. મહેમદાવાદ તાલુકામા 20893 પશુપાલકો વચ્ચે 26693 ગાયો અને 103153 ભેંસો આવેલી છે. જ્યારે ઠાસરા તાલુકામાં 15342 પશુપાલકો વચ્ચે 16168 ગાયો અને 71150 ભેસો આવેલી છે અને વસો તાલુકામાં 4739 પશુપાલકો વચ્ચે 8089 ગાયો અને 19200 ભેસો આવેલી છે. આમ કુલ 2,65460 ગાયો અને 6,16,160 ભેંસોની સંખ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.