જજ સાઈબાની નજરથી નવજાત બાળકનો બચાવ:નડિયાદમાં કોર્ટની બહારથી મળેલી નવજાત બાળકને જજ સાયબા હોસ્પિટલમાં લઇ ગયા

નડિયાદ12 દિવસ પહેલા
  • બાળક હેમખેમ જીવત અને સુરક્ષિત છે તબીબોના મતે આ બાળક ત્રણ કેજીનુ છે

નડિયાદમાં કપડવંજ રોડ ઉપરની જિલ્લા ન્યાલ બહારથી નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. જોકે ન્યાયાલયનો સમય પૂર્ણ થયા બાદ ઘરે જવા નીકળેલા જજ સાયબાની નજર પડતાં તુરંત આ ત્યજેલા બાળકને લઈ સારવાર માટે દોડ્યા હતા.

મહિલા ન્યાયાધિશ તુરંત પોતાની કારમાંથી ઉતરી બાળકના વહારે
કપડવંજ રોડ ઉપરની જિલ્લા ન્યાયાલય બહારથી એક નવજાત બાળક મળી આવ્યું છે. મહત્વનું છે કે ન્યાયાલયનો સમય પૂર્ણ કરી ઘરે જવા નીકળેલા એડિશનલ સિનિયર સિવિલ જજ ચિત્રા રત્નુજીની નજર એકાએક બહાર એકઠી થયેલી ભીડ પર પડી હતી. આથી મહિલા ન્યાયાધિશ તુરંત પોતાની કારમાંથી ઉતરી આવ્યા હતા. ન્યાયલયના વોલને અડીને આવેલા બહારના ભાગેથી એક નવજાત બાળક માટીમાં ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું તો આજુબાજુ લોહી પણ હતું.

સારવાર અર્થે નડિયાદ સિવિલમાં બાળકને લઈ આવ્યા
આ જોઈને જજ સાઈબા ચિત્રા રત્નુજીએ બાળકને તપાસતા તો તેનુ હદય ચાલતું હતું તે જીવિત હોવાનું જાણવા મળતા તુરંત માનવતાની દ્રષ્ટિએ જજ સાઈબાએ આ બાળકને લઈ હોસ્પિટલમાં દોડ્યા હતા. સૌપ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી તુરંત વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલમાં બાળકને લઈ આવ્યા હતા. જજ સાહેબની આ માનવતા ભરી કામગીરી અનેક લોકોને પ્રેરણા આપી જાય છે.

અન્ય સમાચારો પણ છે...