હત્યા કેસમાં સજા:ડાકોરમાં ત્રણ વર્ષ પૂર્વે સામાન્ય બાબતે થેલી એક યુવકની હત્યા મામલે આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ સેશન્સ કોર્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય વ્યક્તિ ઉપર પણ જીવલેણ હુમલા કર્યો હતો

ખેડા જિલ્લાના ડાકોરમાં ત્રણ વર્ષ અગાઉ સામાન્ય મુદ્દે માથામાં દંડો મારી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં નડિયાદ કોર્ટે એક આરોપીને કસુરવા ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

ડાકોર નગરના નાની ભાગોળ વિસ્તારમાં રહેતા 33 વર્ષિય ભાવેશભાઈ ઉર્ફે ભાંગો અશોકભાઈને ગત 16 જુલાઈ 2019ના રોજ ડાકોર, ગોમતીઘાટ, હવેલીપાસે આવેલ મઢુલીમાં વિનોદભાઈ જગુભાઈ વસાવા નાઓને કહેલ કે તું છેલ્લા ઘણા દિવસથી મારી સાથે માથાકુટ કરે છે અને આજે તો તને પુરો કરી દઈશ તેમ કહી તેના હાથમાં લાકડાનો દંડો વિનોદભાઈનાઓના માથામાં જોરથી મારી માથાની ખોપડી ફાડી જીવલેણ ઈજાઓ કરી હતી જેથી વિનોદભાઈનુ મોત થયું હતું.

એકને તો મે પતાવી દીધો છે અને હવે તને પણ પતાવી દઈશ કહી અન્ય પર પણ હુમલો
ભાવેશે ડાકોર આંબાવાડી પથિકા આશ્રમ ખાતે ઓટલા પાસે ગોપાલભાઈ ઉર્ફે રામપ્યારી રાયમલભાઈ પટણીનાઓ પાસે પોહોચી જઈ કહેલ કે આ ડંડો જો. અત્યારમાં ગોમતી ઉપર વિનોદ વસાવાને માથામાં મારીને આવ્યો છું જેથી તું મારું નામ લઈસ નહીં તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કહેલ કે એકને તો મે પતાવી દીધો છે અને હવે તને પણ પતાવી દઈશ તેમ કહી હાથમાંનો દંડો ગોપાલના માથાના ભાગે જોરથી મારી ચામડી ફાડી લોહી કાઢી માથાના ભાગે જીવલેણ ઈજા કરી હતી. તથા બંને હાથના ભાગે લાકડાના ડંડાથી માર મારી જમણા હાથના ભાગે ફેક્ચર કર્યું હતું.

સરકારી વકીલે કુલ 17 સાક્ષીઓ રજૂ કરેલા
આ બાબતે વિમળાબેન બકાભાઈ વસાવાનાએ ડાકોર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ કર્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. આ કેસ આજે નડિયાદની એડી.સેસન્સ નાયાધીશ પી.પી.પુરોહીતની કોર્ટમાં ચાલી ગયો હતો.અને સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર નાઓએ કુલ 17 સાક્ષીઓ રજૂ કરેલા અને કુલ 61થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા અને સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર એવી દલીલ કરી હતી કે,સમાજમાં આવા ગુનાઓનું પ્રમાણ વધી રહેલ હોઈ સમાજમાં દાખલો બેસે જેથી આરોપીને મહત્તમાં સજા થવી જોઈએ.આ તમામ હકીક્ત કોર્ટે ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત 21 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસમા સીસીટીવી ફૂટેજ મહત્વના બન્યા
આ કેસમાં ઈજા પામનાર ગોપાલ ઉર્ફે રામપ્યારી પટણીની જુબાની તથા ઈજા પામનારને કરેલ ઈજાઓ સી.સી.ટી.વી ફુટેજમાં દેખાયેલ તેમજ આરોપીએ ઈજા પામનારને મારતી વખતે જણાવેલ કે હું અત્યારે ગોમતી ઘાટ ઉ૫૨ વિનોદભાઈ જગુભાઈ વસાવાનાઓનું મર્ડર કરી આવેલ છું અને આજે તને પણ પુરો કરી દેવાનો છે તેવું જણાવેલ આ તમામ બાબતો મહત્વની બની ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...