હુકમ:લાકડીના ફટકા મારી દુર્ઘટના આધેડની હત્યા કરનાર સાસુ-વહુ જેલ ભેગા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કપડવંજના ધોળાકુવા ગામે દુર્ઘટના આધેડને બાંધીને માર માર્યો હતો

કપડવંજના ધોળાકુવા ગામે ફતેપુરા વિસ્તારમાં ઉછીના નાણાં માંગવા ગયેલા આધેડને થાંભલા સાથે બાંધી મારમારતા મોત નીપજ્યું હતું. પૈસાની ઉઘરાણી વેળા આધેડ ગાળો બોલતો હોઈ સાસુ-વહુએ ઉશ્કેરાઇ ગયા હતા. આ અંગે આંતરસુબા પોલીસની ફરિયાદ આધારે સાસુ-વહુની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ફતેપુરામાં રહેતા કાનજીભાઇ ડાહ્યાભાઈ રાઠોડ ઉં. 52 તા.14 ઓક્ટોબર રાતે ઉછીના આપેલા પૈસા લેવા બાબુભાઇના ઘરે ગયા હતા. તે સમયે બાબુભાઇ હાજર ન હોવા છતા કાનજીભાઇએ રૂપિયાની ઉઘરાણી કરતા ગાળો બોલવા લાગ્યા હતા.

જેથી બાબુભાઇના પત્ની રજાબેન અને તેના દિકરાની વહુ કાજલે ભેગા મળી કાનજીભાઈને ઘરની ઓસરીમાં આવેલ પિલ્લર સાથે દોરડાથી બાંધી દીધા હતા અને બેરહેમીપૂર્વક લાકડીથી માર માર્યો હતો. લાકડીથી માર મારવા દરમિયાન લાકડીના બે ફટકા માથાના ભાગે વાગી જતા ગંભીર ઈજાને કારણે કાનજીભાઈનું મૃત્યું નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં સુરેશભાઈ રાઠોડની ફરિયાદ આધારે આંતરસુબા પોલીસે રજાબેન પરમાર અને કાજલબેન પરમાર વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. બીજી તરફ તેમની શનિવાર બપોરે અટકાયત કરી હતી, જે બાદ રવિવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાસુ-વહુને જિલ્લા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...