તપાસ:નડિયાદના એન્જલ બ્રોકિંગમાં થયેલ ઝપાઝપીનો CCTVમાં થયો પર્દાફાશ

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકે જ ઓફિસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો

નડિયાદ શહેરમાં મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ એન્જલ બ્રોકિંગ ની ઓફિસમાં ગ્રાહક અને ઓફિસ સ્ટાફ વચ્ચે માથાકૂટ કરી, ગાળો બોલી ઝપાઝપી કરવા મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે તપાસ કરી રહેલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

એન્જલ બ્રોકિંગ દ્વારા સમગ્ર ઘટનાના ફૂટેજ જાહેર કર્યા હતા, જેમાં ગ્રાહક તરીકે ઓફિસમાં આવેલ અંકુરભાઈ શાહ ઉ.42 એ જ ઓફિસ સ્ટાફ સાથે ઝપાઝપી અને મારામારી કરી હોવાનું સ્પષ્ટ થાય છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ પણે દેખાય છેકે શેર બજારના કામે આવેલ અંકુરભાઈ શાહ અચાક ઉશ્કેરાઈ જાય છે, અને એન્જલ બ્રોકિંગના સ્ટાફ મેમ્બર ઇસાન પટેલ સાથે ઝઘડો કરે છે.

સવારના સમયે ઝઘડો કરી ત્યાંથી નીકળી ગયા બાદ અંકુર શાહ બપોરે ફરી અન્ય લોકો સાથે આવી પહોંચે છે, અને ઓફિસમાં ઘૂસતાની સાથે જ હાથ ચાલાકી પર ઉતરી જાય છે. ઓફિસ સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરનાર અંકુર શાહ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, અને એન્જલ બ્રોકિંગના 3 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે હવે સીસીટીવી ફુટેજ સામે આવતા સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે, જે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...