કેરી પાડવા માટે ભાઇ-ભાઇ વચ્ચે ઝઘડો:કેરી પાડવાની ના પાડતાં મોઘરોલીમાં મામલો બિચક્યો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના વિષ્ણુપુરા માંઘરોલીમાં રહેતા જયમીનસિંહ સોલંકી ખેતી અને ડ્રાઇવિંગ કરી તેમનુ ગુજરાન ચલાવે છે.તા.6 જૂનના રોજ તેમના ખેતરમાં ખેતી કામ કરવા માટે દાહોદ થી મજૂરો બોલાવ્યા હતા. જે મજૂરો તેમના અને તેમના કાકાના ખેતરની વચ્ચે આવેલ આંબાની કેરી પાડતા હતા. જેથી તેમના કાકાના દિકરા વિજયસિંહ કેરી કેમ પાડો છો આ આંબાની કેરી તમારે નહિ પાડવાની તેમ જણાવી ગાળો બોલી હતી.

પ્રવિણસિંહ ગાળો બોલવાની ના પાડતા અમરસિંહ એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલી લોખંડનું ધારીયુ અને કાકી આવી ગડદાપાટુનો મારમાર્યો હતો. તે સમયે બૂમાબૂમ થતા પરિવારજનો આવી વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયમીનસિંહ સોલંકીએ ચકલાસી પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ જ્યારે સામાપક્ષે સંગીતાબેન સોલંકીએ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...