ફરિયાદ:હું તને સમોસા નહીં આપું તેમ કહેતાં મામલો બિચક્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે 5 શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો

નડિયાદના જુના બિલોદરા તાબાના કુંડાળામાં રહેતા મનુભાઈ સોઢા ખેતી કરીને તેમનું ગુજરાન ચલાવે છે.તા.19 મે ના રોજ તેઓ ગામના સ્ટેન્ડ ઉપર ગયા હતા ત્યા કિશનભાઇની સમોસાની લારી ઉપર જઇ ચાર નંગ સમોસા માંગતા કહેલ કે હુ સમોસા નહીં આપુ,જેથી મનુભાઇએ કહેલ કે મારે પૈસા આપીને લેવાના છે.તેમ કહેતા કિશનભાઇ ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

તે સમયે નજીકમાં રહેલ અશ્વીનભાઇ, જગદીશભાઇ, રાહુલભાઇ આવી ગાળો બોલી કહેલ કે સમોસા નહી આપીએ,તેમ કહી મારમારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવી વધુ મારમાંથી છોડાવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મનુભાઈએ પોલીસે 4 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે કિશનભાઇએ મનુભાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...