બસની ચોરીનો ભેદ ઉકેલાયો:અમદાવાદ નિકોલથી લક્ઝરી બસની ચોરી કરનાર શખ્સ નડિયાદથી પકડાયો્

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના નિકોલથી સ્લીપર કોચ લક્ઝરી બસને ચોરી કરીને ફરાર થયેલા શખ્સને નડિયાદ શહેર ડી સ્ટાફ પોલીસની ટીમે પકડી પડ્યો છે. પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પાર્ક કરેલી બસની ચોરી કરી હતી
નડિયાદ ટાઉન પોલીસની ટીમ ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પો.સ.ઇ એચ.એ.રીપીન તથા પો.સ.ઇ કે.આર.દરજીને મળેલી બાતમીના આધારે નડિયાદના રીંગરોડ પર આવેલ મરીડા ચોકડી ખાતેથી શંકાસ્પદ હાલતમાં સ્લીપર કોચ લક્ઝરી બસ હંકારી જતા ધર્મેન્દ્ર બાબુ બારૈયા હાલ રહે, અમદાવાદ,નરોડાગામ મોટી ખડકી મૂળ રહે,ભાવનગર,નારી ચોકડી,નીલેષ સોસાયટી પો. વરતેજ તા ભાવનગર ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસે લક્ઝરી બસના જરૂરી દસ્તાવેજની માગણી કરી હતી જેમાં ધર્મેન્દ્ર બારૈયા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી લક્ઝરી બસ કબજે લીધી હતી. બાદ પોલીસે ધર્મેન્દ્ર બારૈયાને પોલીસ મથકે લાવી આગવી ઢબે પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન તે ગઈ કાલ રોજ વહેલી સવારના આશરે પાંચેક વાગયાના સુમારે ન્યુ નારોલ સેલ્બી હોસ્પીટલ બાજુ ગયેલ આ સમયે ખુલ્લા મેદાનમાં એક લકઝરી પાર્ક કરેલ જોતા દરવાજો ખોલતા ખુલી જતા ધર્મેન્દ્ર બારૈયા લક્ઝરીમાં ચડી ગયો હતો પછી બે વાયરો ભેગા કરી સ્પાર્ક કરી ચાવી વગર સ્લીપર કોચ લક્ઝરી બસ ચાલુ ચોરી લઈને ત્યાંથી ભાગ્યો હોવાનો ખુલાસો થયો હતો. દરમિયાન નડિયાદ શહેર પોલીસે ધર્મેન્દ્ર બારૈયા ને અમદાવાદ નિકોલ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...