• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • The Local People Are Worried About The Road Going From Nadiadma Marida Bhaghol To Ring Road Becoming Dilapidated, They Have Presented To The Collector And The Municipality.

બિસ્માર માર્ગથી હાલાકી:નડિયાદમા મરીડા ભાગોળથી રીંગ રોડ જવાનો રોડ બિસ્માર બનતા સ્થાનિકો પરેશાન, કલેકટર અને પાલિકાને રજૂઆત કરાઇ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં રીડા ભાગોળથી મરીડા ગામ એટલે કે રીગ રોડ તરફ જવાનો માર્ગ અતિબિસ્માર અને ભારે ઉબડખાબડ બન્યો છે. જેથી રસ્તાનું રીપેરીંગ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માગ સાથે આજે સ્થાનિકોએ કલેક્ટર અને નગરપાલિકાને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે.

રસ્તો આશરે 6 માસ અગાઉ જ બનાવવામાં આવ્યો
આ આવેદનપત્રમાં જણાવ્યાં મુજબ નડિયાદ શહેરના પૂર્વ દિશામા આવેલા મરીડા ભાગોળ પેટ્રોલ પંપથી મરીડા રીંગ રોડ સુધીનો રસ્તો આશરે 6 માસ અગાઉ બનાવવામા આવેલો રોડ હાલ માત્ર અને માત્ર છ માસના ટુકા સમયમાં જ બિસ્માર બની ગયો છે. સમગ્ર માર્ગ ખાડા ટેકરા વાળો થઈ ગયો છે. આ રોડ પર હોસ્પીટલ, સ્કૂલ સહિત સ્પોર્ટ્સ સંકુલ આવેલા છે. માટે અહીયા ભારે વાહનોની પણ અવરજવર રહે છે. આ ઉપરાંત અકસ્માત સર્જે તેવી પરીસ્થીતી સર્જાઈ છે. ત્યારે આ રોડ વહેલામા વહેલી તકે બને તેવી લોક માંગ ઉઠી છે. આજે સ્થાનિકોએ આ મામલે કલેક્ટર અને નગરપાલિકાને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...