વસોના ટુંડેલ ગામની સીમમાં આવેલ હરખા તલાવડી પાસે આવેલ વીર રેસીડેન્સીની પાછળના બંધ પોલ્ટ્રી ફાર્મ પાસે ઝડપી પાડેલ વિદેશી દારૂ પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બીજી તરફ રાજકીય વહીવટદારની ફેરબદલીના એંધાણના કારણે વહીવટીયા હેડ કોન્સ્ટેબલની કરતૂત ખુલ્લી પડી દેવામાં અાવી હોવાની શંકા સેવાઇ રહી છે.
વસો પોલીસે ત્રણ દિવસ અગાઉ ઝડપી પાડેલ રૂ 25.18 લાખના વિદેશી દારૂ પ્રકરણની તપાસ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. નડિયાદના કુખ્યાત બૂટલેગર ગીરીશ પ્રજાપતિઅે અા દારૂનો જથ્થો મંગાવ્યો હતો જો કે કટિંગ થાય તે પાેલા અસઅોજી સહિતના ટીમે પહોંચી ખેલ ઉંધો પાડયો હતો.
પરંતુ આ કેસમાં તપાસ હાલ જૈસે થે જેવી છે કારણે કે જિલ્લાની મોટા ભાગના પોલીસ કર્મચારીઓ હાલ ડાકોર પગપાળા બંદોબસ્તમાં રોકાયેલા છે. તો બીજી તરફ વિદેશી દારૂ છોડાવવા ગયેલ વહીવટીયા કોન્સ્ટેબલ સ્થળ પરથી બુટલેગરને તેની કારમાં બેસાડી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન ઝપાઝકી થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જીલ્લાનો વહીવટ સંભાળતા પોલીસ કોન્સ્ટેબલ ની જગ્યાએ બીજા પોલીસ કર્મચારીને સમગ્ર વહીવટ સોંપવાના દોરી સંચારના કારણે આ સમગ્ર પ્રકરણમાં વહીવટી પોલીસ કોન્સ્ટેબલની કરતૂત ખુલ્લી પાડી દેવાઇ હતી. ઉંઢેલા પ્રકરણ બાદ રૂા. 25 લાખના દારૂ પ્રકરણમાં બૂટલેગરનો છોડાવવા પહોંચી ગયો હતો જયાં હાજર પોલીસ સાથે ઝપાઝપી કરી હોવાનું બહાર અાવ્યું હતું. હવે જોવુ રહ્યુ કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં કેટલાક દિવસોમાં બુટલેગરોને ઝડપી પાડી કાર્યવાહી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.