કાર્યવાહી:મહુધાના દુષ્કર્મ કેસની તપાસ ખાસ વુમન્સ સેલને સોંપાઇ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીત યુવકે બ્લેકમેઇલ કરી શોષણ કર્યાની ફરિયાદ

મહુધાની હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતી યુવતી પર સાથે ફરજ બજાવતા યુવકે મરજી વિરુદ્ધ બળાત્કાર કરતા મહુધા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ નડિયાદ આઇયુસીએડબલ્યુ વિભાગને સોંપવામાં આવતા કેસમાં ઇન્વેસ્ટીગેશન શરૂ કરી તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ યુવક બનાવના ત્રણ દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. મહુધાની વેદ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતી એક યુવતી સાથે મનોજે ભોજાણીએ બળાત્કાર ગુજાર્યો હોવાનો ગુનો મહુધા પોલીસ મથકે નોંધાયો હતો.

મનોજ યુવતીના બિભત્સ ફોટા મોબાઈલમાં પાડી સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ હવસનો શિકાર બનાવતો હતો. આ સમગ્ર કેસ નડિયાદ આઇયુસીએડબલ્યુ વિભાગને સોંપવામાં આવ્યો છે. વિભાગ દ્વારા યુવતીના નિવેદન, મેડીકલ સ્ટ્રીટમેન્ટ કરી કેસમાં ઇન્વેસ્ટીગેશન શરૂ કર્યું છે.

જ્યારે બીજી તરફ મનોજે યુવતી સાથે લગ્ન કરવાની ફાઈલ તૈયાર કરી ફાઈલમાં યુવતીની બળજબરી પૂર્વક સહી કરાવી હતી. અને અમદાવાદ ઘી કાંટા મેરેજ બ્યુરોમાં ફાઈલ સબમિટ કરાવી મનોજ ત્યાંથી નીકળી ગયો હતો. વળી મહુધાના સરદારપુરાના ધનજી ફળિયામાં રહેતો મનોજ ગુલાબસિંહ ભોજાણીના પ્રથમ લગ્ન સમાજના રીતિ રિવાજો મુજબ અગાઉ કાપડવંજના અંતિસર તાબેની દાજી બારૈયાની મુવાડી ખાતે રહેતા નટવરસિંહ મગનભાઈ ચૌહાણની દીકરી મંજુલા સાથે થયા છે. આ કેસની તપાસ ખાસ સેલને સોંપાતા નિવેદનોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...