નડિયાદ પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની કચેરી સ્થળાંતર પ્રકરણમાં મુખ્ય શિક્ષકોને હાથો બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે. 27 વર્ષથી નગરપાલિકા બિલ્ડીંગમાં ચાલતી કચેરી જર્જરિત ન હોવા છતા કે નગરપાલિકાના એન્જિનિયર પાસે કોઈ રિપોર્ટ ન લીધો હોવા છતા કચેરી સ્થળાંતર કરાઇ હતી.
જે અંગે RTI હેઠળ માહિતી માંગતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. શહેરના જાગૃત નાગરિક દિનેશ રાવલે પી એમ પોર્ટલમાં કરેલ રજૂઆત મુજબ વર્ષ- 1993 થી નડિયાદ પાલિકા ભવનના પાછળના ભાગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નડીઆદની કચેરી ચાલતી હતી. જે ઓફિસને તા 1 જૂન 2022 થી શ્રી સંતરામ ગર્લ્સ હાઈસ્કૂલના મકાનમાં ખસેડી હતી.
જૂની કચેરીમાં અલગ કેબિન બનાવવા પાછળ, તિજોરી, નવા ફર્નિચર પાછળ ઈ. ચા. શાસનાધિકારી શિક્ષકોના પગાર-પેન્શનની ગ્રાન્ટમાંથી આશરે રૂ 2.50 લાખ જેટલો ખર્ચ કરી નાખ્યો હતો.આ ઉપરાંત જૂની કચેરીમાં રહેલ સરસામાન પણ વેચી નાખ્યો હોવાનો આક્ષેપ થયો છે.
વળી તેની આવેલ રકમમાં પણ અમુક ટકા સરકારી રકમ તિજોરીમાં જમા કરાવ્યા હોવાનુ જણાવ્યુ છે.ઇ.ચા.શાસનાધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારના નાણાંનો ખર્ચ કર્યો છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંપર્ક કરતા ફોન બંધ આવતા જવાબ જાણી શક્યો નથી.
પ્રકરણમાં બચવા માટે ઇ.ચા.શાસ ાધિકારીએ મુખ્ય શિક્ષકોની મીટીંગ બોલાવી
તા.12 ડિસેમ્બરના 2022 ના રોજ મુખ્ય શિક્ષકોની બેઠક બોલાવી શિક્ષણ સમિતિની ઓફિસ ખસેડવા બાબત,જૂની તથા નવી ઓફિસમાં કેમેરા નંખાવવાની કામ યોગ્ય કર્યું કે નહિ,ઈ.ચા. શાસનાધિકારીની કામગીરી વિશે,શિક્ષકોના બદલી કેમ્પ વિશે,સ્કૂલ બોર્ડના ચેરમેન તથા સભ્યોની કામગીરી વિશે લેખિત અભિપ્રાય આપવાનું સૌને જણાવાયુ હતુ.
મારા આવ્યા પહેલાનુ છે, મને કઇ ખબર નથી
મારા આવ્યા પહેલાનુ છે જેથી મને કઇ ખબર નથી મારે જોવું પડશે કે હકીકત છે. > અતુલ પંડ્યા, ચેરમેન, પ્રા. શિ. સમિતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.