• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • The Idol Of Vidhanaharta Was Immersed With Faith In The Entire District Including Nadiad, The Atmosphere Reverberated With The Thunderous Chants Of 'Ganapati Bappa Moraya, Pudhchya Varshi Lovekar Ya'.

ગણેશ વિસર્જન:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં શ્રદ્ધા સાથે વિધ્નહર્તાની મૂર્તિનું વિસર્જન કરાયું, 'ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા' ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવ્ય વાજતેગાજતે વિસર્જન યાત્રા નીકળી, ગણેશ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી, ડીજેના તાલ સાથે જુમી વિધ્નહર્તાને વિદાય આપી
  • ગત વર્ષે કોરોનાના કારણે નવો પડેલ ચીલો આ વર્ષે પણ જોવા મળ્યો, સોસાયટી, પોળમા ઈકો ફ્રેન્ડલી ગજાનંદ ગણેશની મૂર્તિને ત્યાંજ હોઝ બનાવી પાણીમાં દાદાનું વિસર્જન કરાયું

સતત 10 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ આજે ભારે હૈયે ગજાનંદ ગણપતિને ભાવિક ભક્તોએ અશ્રુભીની આંખે વિદાય આપી છે. નડિયાદ સહિત જિલ્લાભરમાં ગણેશ મંડળોએ આજે વાજતે-ગાજતે વિસર્જન યાત્રા કાઢી ગણેશજીને વિદાય આપી છે. નગર, ગામના તમામ માર્ગો 'ગણપતિ બાપ્પા મોર યા, પુઢચ્યા વર્ષી લવકર યા' ના ગગનભેદી નાદ સાથે ગૂંજી ઉઠ્યા છે. આજે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં હજારોની સંખ્યામાં સ્થાપેલા ગણપતિજીની મૂર્તિનુ ભક્તોએ અબિલ, ગુલાલના છોડ ઉડાડી વિસર્જન કર્યું છે.

ગણેશજીની વિસર્જન યાત્રામાં ભક્તો ઝૂમી ઉઠ્યા
અનંત ચૌદસ સુધી દુંદાળા દેવનું પૂજન અર્ચન કર્યા બાદ શુક્રવારે ભારે હૈયે ગણેશજીને વિદાય આપવામાં આવી છે. નડિયાદ, મહેમદાવાદ, માતર, કપડવંજ, ખેડા, મહુધા, સેવાલીયા (ગળતેશ્વર), વસો, કઠલાલ, ઠાસરાના તાલુકા મથકોએ અને ગામતળના નહેર, તળાવ, નદી કાંઠે ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે. આ પહેલા વાજતેગાજતે ગજાનંદ ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. જે નગર અને ગામ તળના માર્ગ પર ફરી હતી. ઢોલ, નગારા અને ડીજેના સુર તાલ સાથે આ વિસર્જન યાત્રામા ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.

સોસાયટી, પોળમા ઈકો ફ્રેન્ડલી ગજાનંદ ગણેશની મૂર્તિને ત્યાંજ હોઝ બનાવી પાણીમાં દાદાનું વિસર્જન કરાયું
આગળની રાત્રે ભવ્ય ગરબાની રમઝટ બોલાવી અને છપ્પનભોગ અન્નકૂટ દાદાને ધરાવવામાં આવ્યો હતો. આજે અંતિમ દિવસે વિસર્જન યાત્રા ટાંણે અનેક મંડળોએ મોદકના પ્રસાદની વહેંચણી પણ કરી હતી. નદી, તળાવ, નહેરને જોડતા જાહેર માર્ગો પર ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. ગત વર્ષે કોરોનાના કારણે નવો પડેલ ચીલો આ વર્ષે પણ જોવા મળ્યો‌ હતો. સોસાયટી, પોળમા ઈકો ફ્રેન્ડલી ગજાનંદ ગણેશની મૂર્તિને ત્યાંજ હોઝ બનાવી પાણીમાં દાદાનું વિસર્જન કરાયું હતું. તો છેલ્લા બે વર્ષથી વિસર્જન યાત્રા ન કાઢવામા આવતાં અમૂક મંડળોએ જાહોજલાલી અને રાત્રે ભારે આતશબાજી સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...