ગળતેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા માતા સાથે સરકારી કામ અર્થે જતા ઘરે જવાનું મોડું થયું હતું. તેથી જમવાનું બનાવવામાં મોડુ થતા પતિએ ઘર માથે લઇ બનાવેલ ફેંકી દઈ પરિણીતા પર હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો. તેથી પરિણીતાએ મધ્યરાતે થયેલા ઝઘડામાં 181 અભયમને ફોન કરી મદદ માંગી હતી. 181 અભયમ બનાવ સ્થળે પહોચી પરિણીતાના પતિને કાયદાનું ભાન કરાવી મામલો થાળે પાડયો હતો.
તાજેતરમાં પરિણીતાના માતાને સરકારી કામ હોવાથી તેમની સાથે કામ અર્થે ગયા હતા. ત્યાં કામ મોડું પૂર્ણ થતા ઘરે આવવામાં મોડું થયું હતું. ઘરે આવી પરિણીતા તાત્કાલિક રસોઇ બનાવવાની શરૂઆત કરી હતી. દરમિયાન જમવાનું બનાવવામાં મોડુ થતા પરિણીતાના પતિએ ઘર માથે લઇ કકળાટ કરવાનો શરૂ કરી દીધો હતો. વળી પતિ એકદમ ઉશ્કેરાઈ જઇ પરિણીતાને અપશબ્દો બોલી બનાવેલો ખાવાનું ફેંદી દઇ કહ્યું હતું કે હું જમ્યો નથી તો તને પણ જમવા નહીં દઉં કહી હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો.
તેથી કંટાળી જઈ પરિણીતાએ મધ્યરાતે 181 અભયમને ફોન કરી મદદ માગતા 181 તાત્કાલિક અસરથી બનાવ સ્થળે પહોચી પરિણીતાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. દરમિયાન પરિણીતાના પતિને ઘરની જવાબદારી અને કાયદાનું ભાન કરાવતા ફરીવાર આવું નહીં કરવાની બાંહેધરી આપતા મામલો થાળે પાડ્યો હતો. બીજી તરફ 181 અભયમ ફરીવાર પતિ આવી કોઈ હરકત કરે તો કાયદાકીય રાહે ગુનો નોધવા જણાવ્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.