નડિયાદ નગરપાલિકાની શનીવારે બપોરે 12:00 કલાકે પાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વિપક્ષે લેખિતમાં કેટલા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો. જોકે, દર વખતની જેમ આ વખતે પણ આ સામાન્ય સભા બે મિનિટમા જ આટોપી લેવાઈ હતી.
અપક્ષના સભ્યએ લેખિતમાં રજૂઆત કરી
નડિયાદ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડા મુજબના કામો લેવામાં આવ્યા હતા. જે બહુમતીથી મંજૂર પણ થયા હતા.આ સભામાં વિપક્ષ તરફથી લેખિતમાં કેટલા મુદ્દાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાના અપક્ષ સભ્ય માજીદખાન પઠાણે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 6માં રસ્તા પાણી ગટર સફાઈ સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધા પાલિકા તરફથી પૂરી પાડવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારની પ્રજા મુશ્કેલીમાં મુકાઇ છે.
રોડ રસ્તા બાબતે કોન્ટ્રાકટરોને નોટીસ આપવા વિકલ્પે બ્લેકલીસ્ટ કરવા
આ ઉપરાંત લેખિતમાં એજન્ડા નંબર 10 ,11,12,અને13નો વિરોધ કર્યો હતો. આ સાથે એવી પણ રજૂઆત કરી છે કે , નડિયાદ નગરપાલીકા વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન ઘણી બધી જગ્યાએ માતબર રકમથી રસ્તા બનાવેલા હતા. પરંતુ ચોમાસાના બે-ત્રણ વરસાદમાં જ રોડ સંપુર્ણપણે ધોવાઇ ગયેલા છે. જેથી આબાબતે કોન્ટ્રાકટરોને નોટીસ આપવા વિકલ્પે બ્લેકલીસ્ટ કરવા અને આ રોડ સમયમર્યાદામાં હોઈ ફરીથી કોન્ટ્રાકટરોને રોડ બનાવવા સુચના આપવા માગ કરી છે અને જે કોન્ટ્રાકટરો હાલ રેકર્ડમાં છે તેઓની કવોલીફીકેશન ચકાસવી જોઈએ.અને સંપુણૅ લાયકાત ધરાવતા અનુભવી અને અભ્યાસ ધરાવતા લોકોને કોન્ટ્રાકટર તરીકે નીમણુંક આપવા તેમજ જયારે પણ રોડની કામગીરી થતી હોય ત્યારે સ્થળ સ્થીતીનું ચોકકસ પંચનામ નગરપાલીકા દ્વારા થવું જોઈએ જેથી નગરપાલીકાના નાણાનો દુરવ્યવ કરતો અટકાવી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.