નડિયાદ શહેરમાં કિડની હોસ્પિટલ પાસે આવેલ સોસાયટીમાં રહેતી વૃંદા ઉમરાણીયા પિતા સાથે રહે છે. માતાએ વર્ષ-2015માં પિતા સાથે મનમેળ ન રહેતા છૂટાછેડા લીધા હતા. મંગળવારના રોજ ઘરમાં આર્થિક સંકડામણના કારણે વિવાદ થયો હતો. તા.4 મે ના રોજ અર્ચના અને તેના પિતા ઘરે હતા, અને તેઓ તેમની માતા સાથે જતા જણાવેલ કે દરરોજ કરતા આજે ઘઉંનો લોટનો કલર અલગ હતો.
બપોરે ઘરે જતા પિતા અને બહેને જમી લીધુ હતુ. આ બાદ બહેન અર્ચનાએ પિતાને કહેલ કે આજે લોટ બાંધતા સમયે સેલ્ફોસની ગોળી લોટમાં નાખી તેની રોટલી બનાવી ખવડાવી હોવાનુ જણાવ્યુ હતુ. આ બાદ માતાએ તાત્કાલિક મીઠાનું પાણી પીવડાવતા પિતા સૂઇ ગયા હતા જ્યારે બહેન ઉલટી કરતા બંનેને શહેરની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.