અકસ્માત:વરસોલાનજીક ટેમ્પાના ચાલકે એક્ટિવા- બાઇકને અડફેટે લીધા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી

મહેમદાવાદના વરસોલા પાસેથી એક્ટિવા લઇ પસાર થતા બાકરોલના દંપતિને શનિવારે અકસ્માત નડયો હતો.ટેમ્પાના ચાલકે એકાએક ટર્ન મારતા એક્ટિવા અને બાઇક ચાલકને અડફેટ મારી હતી.અકસ્માતમાં ઘવાયેલ ચારેય વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

આણંદ બાકરોલમાં રહેતા હર્ષિલ વાળંદ અને તેના પત્ની શુક્રવારના રોજ અમદાવાદના રાણીપમાં મિત્રના લગ્નમાં ગયા હતા. રાત્રે મોડુ થઇ જતા શુક્રવાર રાત મહેમદાવાદ મિત્રને ત્યાં રાત રોકાયા હતા.શનિવારે સવારે સિદ્ધિવિનાયક મંદિરે ગણપતિના દર્શન કરી દંપતી એક્ટિવા લઇ બાકરોલ જવા નીકળ્યા હતા.

દરમિયાન મહેમદાવાદના વરસોલા આગળ જતા નડિયાદ તરફથી આવતા ટેમ્પાના ચાલકે એકદમ ટેમ્પો વાળી દઈ રોંગ સાઈડ આવી એક્ટિવાને અડફેટે મારતા એક્ટિવા પર સવાર દંપતિ રોડ પર પટકાતા શરીરે ઈજા પહોંચી હતી તેમજ એક્ટિવા પાછળ આવતા બાઇકને પણ અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેમ્પાના ચાલક અને બાઇક ચાલકને શરીરે ઇજાઓ પહોંચી હતી. પોલીસે ટેમ્પાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...