વસોના ટુંડેલ ગામની સીમમાં આવેલ હરખા તલાવડી પાસે આવેલ વીર રેસીડેન્સીની પાછળ બંધ પોલ્ટ્રી ફાર્મ પાસે ઝડપી પાડેલ વિદેશી દારૂ પ્રકરણમાં જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે બે ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જ્યારે પૂર્વ અને હાલના વહીવટદાર વચ્ચે થયેલ ઝપાઝપીમાં ભોગ બનેલી પોલીસ કર્મી દ્વારા પણ મગનું નામ મરી ન પાડતા ચર્ચા ટોક ધી ટાઉન બની છે.
વસો પોલીસે ચાર દિવસ અગાઉ બંધ પોલ્ટ્રી ફાર્મ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જે વિદેશી દારૂ નડિયાદના ગિરીશ પ્રજાપતિએ મંગાવેલ હતો. દરમિયાન હાલના વહીવટદારને બનાવની જાણ થતા બનાવ સ્થળે પહોચી પૂર્વ વહીવટદાર સાથે ઝપાઝપી કરી વિદેશી દારૂનો કેસ નહી કરવા ધમપછાડા કર્યા હતા. આ બનાવ અંગે લોકમુખે ચર્ચાતી વાતો પ્રમાણે બંને વચ્ચે થયેલ ઝપાઝપી દરમિયાન એક વહીવટદારની ગળામાં પહેરેલ સોનાની ચેન તુટી જતા ખોવાઇ ગઇ હતી.
પરંતુ સમગ્ર બનાવમાં વહીવટદારનુ કશુ ન ઉપજતા વહીવટદાર અને તેની સાથે રહેલા સાથી પોલીસ કર્મચારી બુટલેગરને કારમાં બેસાડી જતા રહ્યા હતા. પરંતુ બનાવ સ્થળે પહોચેલા અધિકારીઓ ટસના મસ ન થતા સમગ્ર બનાવ અંગે ગુનો નોધાયો હતો. વળી બનાવના ચાર દિવસ વિતી જવા છતાં પૂર્વ વહીવટદાર દ્વારા આ સમગ્ર બનાવ અંગે ભેદી મૌન સેવતા હાલ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે. ઉલ્લેખનીય છે કે, 25 લાખનો દારૂ પકડાયાં બાદ દાદાગીરી કરવા પહોંચેલા કોન્સ્ટેબલ સામે સાથી કર્મચારીઅે ફરિયાદ નોંધાવવાની ટાળ્યું છે. પરંતુ ઉચ્ચ અધિકારીઅોના ધ્યાનમાં આ વાત આવવા છતાં પગલા લીધા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.