દુષ્કર્મના કેસમાં સજા:નડિયાદમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના કેસમા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં કડીયાએ મજૂરી અર્થે આવેલ પરિવારની સગીર વયની દિકરીને એક શખ્સ ભગાડી જઈ તેણીની પર જાતીય અત્યાચાર ગુજાર્યો છે. વર્ષ 2020માં તેણે નડિયાદથી ભગાડી સુરત લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો અને તેણીને ગર્ભવતી બનાવી હતી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જે તે વખતે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની આજરોજ સુનવણી હાથ ધરાઇ હતી. જેમા નડિયાદ સ્પેશિયલ પોસ્કો ન્યાયાધીશની કોર્ટે આરોપી યુવકને કસુરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા સાથે દંડ ફટકાર્યો છે.

સગીરા સાથે બે થી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો
નડિયાદમાં મજુર પરિવારની 14 વર્ષની સગીરા તેની માતા સાથે મજૂરી કામ માટે આવતી હતી. ત્યારે શખ્સની નજર પોતાના હાથ નીચે કામ કરતી સગીર મજુર પર પડી હતી જેથી તેને ગમવા લાગી હતી અને તેણે આ સગીરાને પ્રેમમાં ફસાવી હતી. વર્ષ 2020માં સગીરાને લલચાવી, પટાવી, ફોસલાવીને ભગાડી ગયો હતો. આ બાદ તેણીને સુરત મુકામે લઈ જઈ સગીરા સાથે બે થી ત્રણ વખત મરજી સંમતિ વગર તેની સાથે શારીરિક અત્યાચાર ગુજારીયો હતો. જેથી સગીરા ગર્ભવતી બનેલ હતી.
ભોગ બનનાર ગર્ભવતી હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું
આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ભોગ બનનાર સગીરાના માવતર એ આપેલી ફરિયાદના આધારે આરોપીની શોધખોળ કરતા બનાવના સાડા ત્રણ માસ બાદ આરોપીની સુરત મુકામેથી અટક કરેલ હતી. ભોગ બનનાર મળી આવ્યાં બાદ તેણીની મેડીકલ તપાસ કરતા, ભોગ બનનારને અગીયાર અઠવાડીયા અને પાંચ દિવસનો ગર્ભ રહેલ હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની અટક કર્યા બાદ જરૂરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...