નડિયાદ એક્સપ્રેસ વે નજીક થયેલ લૂંટના બનાવમાં બે ઇસમોને જામીન કોર્ટે ફગાવ્યા છે. તા.30 માર્ચના રોજ અમદાવાદના ઓઢવ થી હાલોલ લઇ જવાતો સ્ક્રેપનો મુદ્દામાલ અને ટ્રક સહિત રૂ 72 લાખની લૂંટ કરી અજાણ્યા વ્યક્તિઓ ફરાર થઇ ગયા હતા. વળી ટ્રકની સાથે રહેલા કર્મચારીને નજીકના ખેતરમાં લઈ જઈ દોરડાથી બાંધી દીધો હતો.
બંધક બનાવેલ વ્યક્તિઅે ફોન કરી સમગ્ર બનાવની જાણ માલિક કરી હતી. આ બનાવ અંગે જે તે સમયે રીન્કુ ભાઈ શર્માની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ટ્રકના ચાલક અમરસિંગ અને અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે દયાલ સિંગ મીઠુસિંહ રાવત અને પ્રતાપસિંહ જેઠસિંહ ચૌહાણે નડિયાદ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.તાજેતરમાં આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ યુ.એ.ઢગટ કરેલી દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી બંને ઇસમોની જામીન અરજી નામંજૂર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.