મહેમદાવાદના કનીજ ગામની મેશ્વો નદીના પટમાં ફાર્મ હાઉસના ગેરકાયદેસર બાંધકામ બાબતે મહેમદાવાદ મામલતદારે તપાસના આદેશ આપી સર્કલ ઓફિસરને સ્થળ પર મોકલી પંચકેસ કરાવ્યો છે. સ્થાનિક નાગરિકો પાસેથી મળતી વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના કનીજ ગામના ખેડૂતોએ જમીન નદીના પટ વિસ્તારમાં સર્વે નંબર-696 વાળી જગ્યા આવેલ છે. આ જમીન આશરે 70 વીઘા ગામના ખેડૂતો દ્વારા અમદાવાદના સહજાનંદ ડેવલોપર વેચવામાં આવી હતી.
દરમિયાન બે વર્ષ બાદ બિલ્ડર દ્વારા આ નદીના પટમાં સિત્તેર ટકા જેટલા હિસ્સામાં બાંધકામ શરૂ કર્યું હતું. વળી અરજદારે આક્ષેપ કર્યો હતો કે નદી વચ્ચે આડબંધ કરી બાંધકામ શરૂ કરી ફાર્મહાઉસ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. આ બનાવ અંગે અરજદારે મહેમદાવાદ મામલતદારને રજૂઆત કરી હતી. જે અન્વયે મહેમદાવાદ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને મોકલી તપાસ હાથ ધરતા બિલ્ડરને બોલાવી કામ અટકાવી દેવામાં આવ્યું છે.
સોમવારે સ્થળ તપાસ કરતા વધુ પુરાવા એકત્રિત કરીશ
આ સમગ્ર બનાવ અંગે સર્વે નં-696માં મેશ્વો નદીની અંદર બાંધકામ કર્યુ હોવાની અરજી મળી હતી.જે અન્વયે શનિવારના રોજ નાયબ મામતદારને સ્થળ પર મોકલી પંચકેસ કર્યો છે. વધુમાં સોમવારે હુ રૂબરૂ સ્થળ પર તપાસ કરી વધુ પુરાવા મેળવીશ.> સંગ્રામસિંહ બારૈયા મામલતદાર મહેમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.