ખેડા જિલ્લાની 4 બેઠકો પર કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાના 20 કલાક અગાઉ નામોની જાહેરાત કરાઈ હતી. માતર ખાતે કોંગી કાર્યકરોએ બે ટર્મથી હારેલા ઉમેદવારને સ્વીકારવાનો ઈન્કાર કરી હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાં મારી દીધા હતા. હરીફ દાવેદાર ભગાભાઈ પરમારના સમર્થકોએ સંજય પટેલને ટિકિટ ફાળવવા બાબતે વિરોધ દર્શાવ્યો હતો. મામલો વધુ ઉગ્ર ન બને તે માટે મોડી રાત્રે કાર્યાલયને તાળાં મારી દેવાયા હતા, ચૂંટણીના માહોલમાં આ મામલો આખો દિવસ ચર્ચાનો વિષય બન્યો હતો.
ચાવી મારી પાસે જ છે, નવું કાર્યાલય શરૂ કરવાના છીએ
Ãકોઈ નારાજ નથી અને કોઇ મતભેદ પણ નથી. કાર્યાલયની ચાવી મારી પાસે જ છે. આગામી દિવસોમાં અમારા ફાર્મ હાઉસ ખાતે નવું કાર્યાલય શરૂ કરાશે.-સંજય પટેલ, ઉમેદવાર, કોંગ્રેસ
બંને વચ્ચે સમાધાન કરાવી તાળું ખોલી દઈશું
Ãપરિવારમાં વાસણો ખખડ્યા કરે. ટિકિટ નહીં મળતા એક જૂથમાં નારાજગી હતી, એટલે તાળું મારી દીધું હતું. બંને સમર્થકો વચ્ચે સમાધાન થઈ ગયું છે, તાળંુ ખોલી દેવામાં આવશે.- બાબુભાઈ સોલંકી, પ્રમુખ, તાલુકા કોંગ્રેસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.