મોંઘવારીનો વિરોધ:દેશમાં વધી રહેલી મોંઘવારી સામે નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા

નડિયાદ14 દિવસ પહેલા
  • સંતરામ મંદિરથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો

સમગ્ર દેશમાં મોંઘવારીના કારણે સૌના હાલ બેહાલ બન્યા છે. એકબાજુ રોજગારીનો મોટો પ્રશ્ન છે તો બીજી બાજુ મોંઘવારી હદ બહાર વધી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોની કફોડી હાલત બની છે. આ પ્રશ્નને વાંચા આપવા વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજી હતી.

હાલની પરિસ્થિતિમાં આખા દેશમાં વધતી જતી મોંઘવારી જેમકે પેટ્રોલ-ડીઝલ,ગેસના બોટલ, અનાજ, ખાતર, વીજળી બિયારણ તથા મોટા ભાગની ચીજવસ્તુઓની કૂદકે ને ભૂસકે બેફામ વધારો થયો છે. મોંઘવારી નેવે મૂકી છે અને વધતી જાય છે જેને કારણે મધ્યમવર્ગને આર્થિક રીતે નબળા ગરીબ લોકોને ઘર કેમનું ચલાવવું, છોકરાઓને શિક્ષણ કેમનું આપવું આ તમામ પરિસ્થિતિઓમાંથી પ્રજા- જનતા પિસાઈ રહી છે ત્રાહિમામ પોકારી ગયેલ છે, જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલ આદેશ અનુસાર આ મોંઘવારીના વિરોધમાં આજે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

શનિવારે સવારે 10 વાગ્યે સંતરામ મંદિરેથી આ રેલી નીકળી‌ હતી. જે સરદાર પટેલના પ્રતિમાએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યાં હતાં. આ વિરોધ રેલીમા કોંગ્રેસના કાર્યકરો સહીત અન્ય લોકો જોડાયા હતા. મોંઘવારીમા જરૂરી ચીજ વસ્તુઓના ભાવ તુરંત પાછા ખેંચવા માટે કોંગ્રેસે આ રેલી યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...