નડિયાદના આખડોલમા પાણી વગરની ખાલીખમ કેનાલમાં માટીના ઢગલા પરથી એક બાળકી ગત 27મી નવેમ્બરના રોજ મળી આવી હતી. સ્થાનિકોએ આ અંગેની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરતા પોલીસે બાળકીનો કબ્જો મેળવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી ત્યજનાર લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે. વિધવાએ પ્રેમી સાથે રાખેલા સંબંધથી જન્મેલી બાળકીને તરછોડી હોવાનો ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે આ વિધવા મહિલાની અટકાત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
27મી નવેમ્બરની ઘટના
નડિયાદ તાલુકાના આખડોલ ગામની સીમમાં આવેલ પાણી વગરની કેનાલમા ગત તા 27મી નવેમ્બરને રવિવારના રોજ બપોરના સુમારે એક માસની બિનવારસી બાળકી મળી આવી હતી. આ બનાવ અંગે નડિયાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. નડિયાદ રૂરલ પોલીસે હાથ ધરેલ તપાસમાં બાળકીની માતાનો પત્તો લાગ્યો છે.
પ્રેમી ભુર્ગભમા ઉતરી ગયો
જેમાં બાળકીની માતા મંજુલાબેન તે પુનમભાઇ જેણાભાઇ પરમાર નામની વિધવા રહે વડતાલ તાબે દલાપરા જ્ઞાનબાગની પાછળની અટકાયત કરવામાં આવી છે. અને તેની પૂછપરછ કરતા તેણીને તેનાજ ગામના પંકજ ઉર્ફે લાલો જયંતીભાઇ પરમારનાઓ સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે ગર્ભ રહેતા ગત 23મી નવેમ્બરના રોજ વડોદરા ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપેલ અને તેના પ્રેમી દ્વારા જન્મેલ બાળકીની ઓળખ છુપાવવા માટે આખડોલ મોટી નહેરમાં ત્યજી દેવામાં આવી હોવાની કબૂલાત કરી છે. હાલ મંજુલાબેનની અટકાયત કરવામાં આવી છે જ્યારે તેના પ્રેમી પોલીસ પક્કડથી દૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.