આયોજન:મુખ્યમંત્રીની 4 દિવસમાં બીજીવાર મુલાકાત, વધુ 166 કામોનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીની સભા માટે વોટરપ્રુફ ડોમ તૈયાર - Divya Bhaskar
મુખ્યમંત્રીની સભા માટે વોટરપ્રુફ ડોમ તૈયાર
  • ખેડામાં કોંગ્રેસની સત્તાવાળી વિધાનસભા બેઠકો ભાજપના નિશાના પર
  • કપડવંજમાં154 કરોડ અને મહુધામાં10.25 કરોડના ખર્ચે 86 કામોનું આયોજન

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામોના રોકેટ ગતિએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બીજીવાર શનિવારે ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન રૂ.116.04 કરોડના ખર્ચે 77 કામોના ખાતમુહૂર્ત અને 2 કામોના લોકાર્પણ કરવામાં આવશે. અગાઉ તા.31 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી નડિયાદ અને ઠાસરા તાલુકાની મુલાકાતે આવ્યા હતા. જ્યા બંને તાલુકામાં મળી 91.80 કરોડના 80 કામોની પ્રજાને ભેટ આપવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં કોંગ્રેસની બેઠકવાળી વિધાનસભાઓ કબજે કરવા રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે. ગત તા.31 ઓગસ્ટના રોજ નડિયાદમાં જિલ્લા પંચાયતનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી સીધા કોંગી ધારાસભ્ય કાંતીભાઈ પરમારના મતક્ષેત્રમાં પહોંચ્યા હતા. જ્યાં રૂા. 76.81 કરોડના ખર્ચે બનનારા રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જે બાદ હવે શનિવારે મુખ્યમંત્રી જિલ્લાની બાકી બે કોંગી ધારાસભ્યોવાળી વિધાનસભા બેઠકમાં કાર્યક્રમ કરવાના છે. જેમાં કપડવંજની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સવારે 9 વાગ્યે કાર્યક્રમ યોજાશે. જેમાં 154 કરોડના ખર્ચે 80 કામોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

જે બાદ સવારે 10.30 વાગે મહુધાની 22 ગામ પાટીદાર સમાજની વાડી ખાતે રૂ.10.25 કરોડના ખર્ચે બનનારા 7 કામોના ખાતમુહૂર્ત કરનાર છે. મહત્વની વાત છેકે જે રીતે 4 દિવસમાં જિલ્લાની 3 વિધાનસભા બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ યોજી વિકાસના કામોની લહાણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...