અકસ્માત:ઝારોલ હાઇવે પર અચાનક ગાય આવી જતાં કાર પલટી, સદભાગ્યે જાનહાનિ ટળી

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત છતાં સર્વિસ રોડ બનાવાતો નથી, ચાલકો રોન્ગ સાઇડે વાહન ચલાવવા મજબૂર

ખેડાથી નડિયાદ તરફના ટોલ રોડ પર ગાય રસ્તા વચ્ચે આવી જતાં ઝારોલ ગામ પાસે કાર ચાલકને અકસ્માત થયો છે. ઘટનામાં બે વ્યક્તિઓને સામન્ય ઇજાઓ પહોંચી છે. તુરંત ઘટના સ્થળ પર પહોંચેલ 108ની ટીમ દ્વારા કાર ચાલકને પ્રાથમિક સારવાર આપી હતી, જોકે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અમદાવાદના રહેવાસી જય શાહ પોતાની કાર લઈ નડિયાદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન ઝારોલ ગામ પાસે હાઇવે પર અચાનક ગાય રસ્તા પર આવી દકાં ચાલકે બ્રેક મારતા ગાડી પલટી મારી ગઇ હતી. આ જોઇને આસપાસથી પસાર થતા લોકોએ ગાડીને સીધી કરીને ચાલક અને તેની બાજુમાં બેસેલ વ્યકિતને બહાર કાઢ્યા હતા.

જો કે બંને વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. પલટી ખાઇ જતા ગાડીના આગળના ભાગને ઘણું નુકસાન પહોંચ્યું હતું. મહત્વની બાબત છેકે ઝારોલ ગામ આસપાસ હાઈ વે પર સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. જેને કારણે રખડતા પશુઓ હાઇવે પર આવી જતા મહિનામાં 2-3 અકસ્માત અવારનવાર થતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...