રાજકારણ:અમેરિકામાં રહેતા ભાજપ મંત્રીના ભાઇએ સમગ્ર મિશન પાર પાડ્યું

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિલેશ પટેલ હાલમાં કઠલાલ આવ્યા હતા

એક સમયે કઠલાલના સ્થાનિક રાજકારણમાં ભાજપ માટે પડકારરૂપ બનેલા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે સમગ્ર ઘટના પાછળ અમેરિકામાં રહેતા ભાજપના મંત્રીના ભાઇઅે મિશન પાર પાડ્યું હતું. પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે કઠલાલ તાલુકાના ભાટેરાના અને હાલ અમેરિકા રહેતા નીલેશભાઈ પટેલ મારા ખુબ સારા મિત્ર છે. તાજેતરમાં તેઓ અમેરિકાથી કઠલાલ આવ્યા હતા.

ત્યારે મને મળ્યા હતા. તેમના ભાઈ રાજેશ પટેલ જિલ્લા ભાજપ મંત્રી છે. તેમની સાથે મીટીંગ કરી મને કહ્યું હતું કે જિલ્લામાં ભાજપ ખુબ સારું કામ કરી રહ્યો છે. ત્યારે તમારા જેવા નેતા ભાજપ સાથે જોડાઈ જાય તો કઠલાલ કપડવંજમાં ભાજપ વધુ મજબૂત થઈ શકે તેમ છે. જેમની વાત માની મે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. મારી સાથે ભાજપમાં જોડાનારા અન્ય સભ્યો પણ પહેલાથી જ અમારી સાથે છે.

અન્ય સમાચારો પણ છે...