કાર્યવાહી:બુટલેગરે આસાન ખેપ માટે હાઇવેથી 200 મીટરના અંતરે જગ્યા ખરીદી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઠાઇમાંથી પકડાયેલા રૂા. 32.95 લાખના દારૂમાં અમદાવાદના બૂટલેગર પ્રદીપનું કનેકશન
  • જમીનમાં વરંડો અને ગેટ મૂકી વિદેશી દારૂનું ગોડાઉન બનાવ્યું, જથ્થો અહીં ઉતારી અમદાવાદ લઇ જવાનું પ્લાનિંગ હતું

દારૂની હેરફેર માટે બુટલેગરો દ્વારા વારંવાર અવનવા કિમિયા અપનાવતા હોય છે.કઠલાલના પીઠાઇ ટોલટેક્ષ પાસેથી ઝડપાયેલ વિદેશી દારૂ માટે અમદાવાદના બૂટલેગર પ્રદીપસિંહ રાજપૂતે અોપન ગોડાઉન બનાવ્યુ હતુ. ત્યાંથી વિદેશી દારૂ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં પહોંચાડવાનો હતો. પરંતુ બુટલેગરોનો દારૂ અમદાવાદ પહોંચે તે પહેલા સ્થાનિક પોલીસે દરોડો પાડી 32.95 લાખનો દારૂ કબજે કરી બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

કઠલાલ પોલીસને પીઠાઇ ટોલ પ્લાઝા થી આગળ પિઠાઇ ગામ જવાના રસ્તા થી થોડે આગળ અમદાવાદના પ્રદીપસિંહ રાજપૂતે જમીન વેચાતી રાખી છે તે જમીનમાં વિદેશી દારૂ ખાલી કરવા માટે એક આઇસર આવવાની છે.જે અન્વયે પોલીસ ટીમ પોલીસ કર્મચારીને બાતમી થી વાકેફ કરી બાતમી આધારિત સ્થળે વોચમાં ઉભા રહેવા આદેશ આપી કોઇ આઇસર આ રસ્તા પરથી અંદર પ્રવેશે તો ફોન કરી જાણ કરવી જણાવ્યુ હતુ.

બીજી તરફ પોલીસ ટીમ આ સમગ્ર ઓપરેશનમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સ્ટેન્ડબાય મોડમાં હતા.આ દરમિયાન સ્થળ મોકલેલ કર્મચારીએ ફોન કરી આઇસર આવી ગઇ હોવાનું જણાવતા પોલીસ ટીમ પીઠાઇ ટોલ પ્લાઝા રોડ પર ઉતરી આશરે 200 મીટર ચાલીને ગયા હતા. બનાવ સ્થળે પહોંચેલી પોલીસ ટીમ વિદેશી દારૂ જોઈ અચંબામાં પડી હતી.

બનાવ સ્થળે ચાર ઇસમો પીકઅપ ડાલા માંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારી રહ્યા હતા.દરમિયાન પોલીસ ટીમને જોઈ ભાગવા જતા પોલીસ ટીમે ચારેય ઇસમોની અટકાયત કરી હતી.વળી પીકઅપ ડાલાની બાજુમાં ઉભેલ આઇસરની તાડપત્રી હટાવતા તેમાંથી પણ વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. આમ સમગ્ર બનાવમાં રૂ 32.95 લાખના વિદેશી દારૂ સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા ચાર ઇસમો 4 દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ સોમેન્દ્રસિંગ ઉર્ફે શિવા દેવેન્દ્રસિંહ રાજપૂત,અજીતસિંહ રામનારાયણ ઠાકુર,મૂકેશસિંગ ગીતમસીંગ ઠાકુર, બ્રિજમોહન ઉર્ફે કલ્લાસિંહ રાજપૂતને મંગળવાર સવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...