વડોદરા જિલ્લાના વાઘોડિયા રોડ ઉપરના સોમા તળાવ નજીક રહેતા અનીલકુમાર પઢિયાર ઉં.48 થોડા દિવસો અગાઉ રાજસ્થાન કામ અર્થે ગયા હતા. પરંતુ ત્યાં કોઈ કારણોસર કામમાં મનમેળ ન આવતા તેમને એક વ્યક્તિ સાથે વડોદરા મૂકવા માટે નીકળ્યા હતા. રાજસ્થાન થી લકઝરી બસમાં અમદાવાદ અને અમદાવાદ થી ટ્રેન મારફતે વડદોરા જઇ રહ્યા હતા. તે સમયે અનીલકુમાર મહેમદાવાદ રેલ્વે સ્ટેશન આવતા ત્યાં ઉતરીને ક્યાં જતા રહ્યા હતા.
આ બનાવની જાણ સાથે રહેલ વ્યક્તિ અનીલકુમાર પરિવારજનોને કરતા પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી 2 દિવસ બાદ અનિલકુમારનો મૃતદેહ પરસાંતજ ગામની સીમમાં આવેલ કેનાલ પાસેના ખેતરમાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક અનીલકુમારના દિકરા સુનિલભાઈએ ખેડા પોલીસને જાણ કરતા ખેડા પોલીસે એ.ડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની તપાસ કરતા ખેડા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાજસ્થાનથી વડોદરા મૂકવા જતા સમયે અનિલકુમાર મહેમદાવાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન ઉભી રહેતા તેઓ ઉતરીને ક્યાક જતા રહ્યા હતા. આ બાદ તેમનો મૃતદેહ પરસાંતજ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિક પોલીસને થતા મૃતક અનિલકુમારની લાશનો કબજો લઇ મૃતદેહને હોસ્પિટલ ખસેડી પી.એમ કરવામાં આવતા ગરમીના કારણે મૃત્યુ થયું હોવાનું હોસ્પિટલના તબીબી અધિકારીએ પ્રાથમિક તારણ આપ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.