ગરમીના કારણે પક્ષીઓ મુર્છિત થવાની ઘટનાઓ સતત વધી રહી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં એક બાજુ અંગ દઝાડતી દે તેવી ગરમી પડી રહી છે. તો બીજી બાજુ પક્ષીઓના હાલ આવી ગરમીના કારણે બેહાલ થયા છે. સતત વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે આવા આકારા તાપનો ભોગ અબોલ પક્ષીઓ બની રહ્યાં છે. આવા આકરા તાપથી પક્ષીઓની હાલત કફોડી બની છે. અને પક્ષીઓ મૂર્છિત થવાના બનાવને કારણે પક્ષી પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે.
ખેડા જિલ્લામાં ગરમીનું પ્રમાણ છેલ્લા કેટલાક દિવસોથી વધુ છે. ગરમીનો પારો 42 સે. ડીગ્રીને આંબી ગયો છે. આવી કાળઝાળ ગરમીના કારણે સૌ કોઈ ત્રસ્ત બન્યા છે. ત્યારે અબોલ ગગનવિહાર કરતા પક્ષીઓ સુરજના પ્રખર તાપના કારણે દયનીય સ્થિતિમા મૂકાયા છે. પૃથ્વી પર વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે આકરો તાપ પડી રહ્યો છે. જેની સીધી અસર પશુ પક્ષીઓ પર પડી રહી છે. સમગ્ર ખેડા જિલ્લામાં આવા આકરા તાપનો ભોગ પશુ-પક્ષીઓ બની રહ્યા છે. એક સપ્તાહ અગાઉ જ એક પક્ષી ગરમીથી મૂર્છિત થઈ ઘાયલ થયું હતું. જ્યારે આજે વધુ એક પક્ષી આવા તાપનો ભોગ બન્યું છે. જોકે પક્ષી પ્રેમીઓએ આ પક્ષીને બચાવી તુરંત તેની સારવાર કરાવી પુનઃ તેના માળા સુધી પહોંચાડ્યું છે.
નડિયાદમાં મિલ રોડ પર આવેલ મિલ કમ્પાઉન્ડમાં અસંખ્ય વૃક્ષો આવેલા છે. અહીયા સોમવારે એક લીમડાના વૃક્ષ પર પોતાના માળા પરથી સમડી મૂર્છિત અવસ્થામાં જમીન પર પડ્યુ હતુ. આ ઘટનાની જાણ પક્ષીપ્રેમી મુકેશ પાટીલ, મનોજ પટેલ વિક્રમ ઝાલા, મહેન્દ્ર વણકરને થતા વનવિભાગના કર્મી ગણપતભાઈએ તમામ લોકોએ ભેગા મળી આ પક્ષીને નવુ જીવન બક્ષ્યું છે. આ પક્ષી ઊંચાઈ પરથી નીચે પડવાથી ક્યા પણ ઈજાઓ પહોંચી નહોતી તેની તુરંત પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી અને એ બાદ હાઇડ્રોલિક વડે આ સમડીને તેના માળા સુધી મૂકવામાં આવી હતી. આ અબોલ પક્ષીનો પ્રેમ,સ્નેહ એટલો હતો કે તે જ્યારે સ્વસ્થ થયુ તો પક્ષીપ્રેમી મુકેશ પાટીલના ખભા ઉપર બેસી વ્હાલ કરવા લાગ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.