નડિયાદના પીજ-રામોલ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકે મોટર સાયકલ સવારને અડફેટ મારતા ગંભીર ઇજા પહોંચતા તેમનું બનાવ સ્થળે મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદના કણજરી દરબારનો કૂવો પાસે રહેતા દીલીપભાઇ પરમારના ભાઇ જીતેન્દ્રભાઇ રામોલ તરફ મોટર સાયકલ જી.જે.07 ઇબી 6661 લઇને જતા હતા. તે સમયે સામેથી આવતા એક એક્ટિવા જી. જે. 06 ડી.સી 6305 ના ચાલકે જીતેન્દ્રભાઈના મોટર સાયકલને અડફેટ મારતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજયુ હતુ.
જ્યારે એક્ટિવા ચાલક તેનુ એક્ટિવા રોડ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ દીલીપભાઇના પરિવારજનોને થતા તે બનાવ સ્થળે પહોંચ્યા હતા. આ બનાવ અંગે દિલીપભાઇ તખતસિંહ પરમાર વસો પોલીસ મથકે એક્ટિવા ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.