આજના સમયમાં ફિટનેસ અને બોડી બનાવવાનો શોખ લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે નડિયાદ શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધની શારીરિક તંદુરસ્તી લોકોમાં ચર્ચાનો વિષય છે. આ ઉમરે પણ તેઓ સાયકલ લઈ શ્રીનાથજી, અંબાજી અને દ્વારકાનો પ્રવાસ કરે છે. નિયમિત સાયકલીંગ, કસરત અને ઔષધીય તત્વોના સેવનને કારણે વૃદ્ધા અવસ્થામાં પણ તેઓ યુવાન જેવી તંદુરસ્તીનો આનંદ લઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.વિશ્વ સાયકલ દિવસને લઈ આજે ઘણા કાર્યક્રમો થશે, પરંતુ સાયકલીંગનો ફાયદો શું, તે જાણવુ હોય તો નડિયાદના નાગરવાળા ઠાળ ખાતે રહેતા અશોકભાઈ ઇન્દ્રવદનભાઈ ભટ્ટ ની જીવનસૈલી તરફ નજર કરવી રહી. અશોકભાઈની શારીરિક તંદુરસ્તીને કારણે વૃધ્ધા અવસ્થામાં યુવાની જેવો આનંદ માણી રહ્યા છે. આણંદ સ્થિત ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન માંથી તેઓ વર્ષ 2012માં રિટાયર્ડ થયા હતા.
જે બાદ ઘરે બેસી રહેવાને બદલે તેઓએ પોતાનો સાયકલીંગ નો શોખ પુર્ણ કર્યો. અશોકભાઈ સાયકલ લઈને નડિયાદ થી 350 કિમી. શ્રીનાથજી, 250 કિમી. અંબાજી, 535 કિમી. દ્વારકા અને 550 કિમી. શીરડી જઈ આવ્યા છે. હજુ આાગમી 27 તારીખ થી તેઓ મોટર સાયકલ પર નર્મદા પરિક્રમા પણ કરવાના છે. જે બાદ નડિયાદ થી વૈષ્ણવદેવી જવાનો તેઓનો પ્લાન છે.
જાણીને નવાઈ લાગે તેવી વાત છે, પરંતુ અશોકભાઈએ 3 વાર નડિયાદ થી અમરનાથનો પ્રવાસ કર્યો છે. જેમાં તેઓ જમ્મુથી 150 કિમી. ચાલતા અમરનાથ સુધી ગયા છે. વર્ષ 2003 માં કૈલાસ માનસરોવર નો પ્રવાસ કર્યો તે દરમિયાન પણ ઠાળ પુનાથી કૈલાસ સુધી 250 કિમીનું અંતર તેઓએ ચાલતા પૂર્ણ કર્યું હતું.
સિનિયર સિટીઝનની કોમ્પિટિશનમાં પ્રથમ આવે છે
અશોકભાઈ ભટ્ટ નડિયાદ સિનીયર સિટિઝન ફોરમના સભ્ય છે. સિનિયર સિટીઝન ફોરમ દ્વારા યોજાતી નડિયાદ હાર્ટ રન હોય કે અન્ય રમતો હોય તેમાં તે નિયમીત ભાગ લેતા હોય છે. નડિયાદ હાર્ટ રનમાં તેઓ એ ફસ્ટ નંબર મેળવ્યો છે. તેમજ એક વાર સેકન્ડ નંબર પર આવ્યા છે.
અશોકભાઈની સાયકલમાં કદી પંકચર પડ્યું નથી
અસોકભાઈ ભટ્ટ મા ગાયત્રીના ઉપાસક છે, હરરોજ સવારે વહેલા ઉઠી તેઓ મા ગાયત્રીનો પાઠ કરે છે. તેમનું કહેવું છેકે માતાજીની તેમના પર કૃપા છે. જ્યારે પણ તેઓ સાયકલ પ્રવાસે નિકળે ત્યારે ગાયત્રી ધુન ચાલુ જ હોય છે. અને માતાના આશીર્વાદ થી કોઈ દિવસ પ્રવાસ દરમિયાન તેમની સાયકલ માં પંચર નથી પડ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.