હાલાકી:ઉત્તરસંડા ITI થી હાઇવે જવાનો 2.5 કિમીનો રસ્તો અંધકારમય

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવો બ્રિજ બનવાથી વાહનોની અવરજવારમાં વધારો થયો

નડિયાદ પાસે આવેલ ઉત્તરસંડા ચોકડી પાસે આવેલ આઇટીઆઇ અને આસપાસના વિસ્તારોમાં આવેલ ફેક્ટરીઓને કારણે આ રસ્તો લોકોની અવરજવર થી ભર્યો રહતો હોય છે. ત્યારે આ ચોકડી થી નેશનલ હાઇવે અને આગળ આવેલ નરસંડા ગામને જોડતા બ્રિજનું થોડા સમય પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ 2.5 કિમીના આખા રસ્તા પર રોડ લાઈટ ન મૂકાતા વાહનચાલકોને વાહન હાંકતી વેળાએ મુશ્કેલી વેઠવાની વારી આવી હતી. હાઇવે થી ઉત્તરસંડા તરફના વિસ્તારોને જોડતા મુખ્ય રસ્તો હોવાને કારણે વાહનોનો મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોય છે.

રસ્તા પર લાઇટ ન હોવાને કારણે નિવાસ કરતા રહીશોને પણ પરેશાન થવું પડે છે. ત્યારે અમુક રહીશો દ્વારા ઘરની બહારના ભાગે લાઇટ નાંખીને પોતાના વિસ્તાર પૂરતું અજવાળુ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વાહનચાલકો અને રહીશો દ્વારા તંત્ર વહેલીતકે આ રસ્તા પર લાઇટ નાંખે તેવી માંગ કરવામાં આવી હતી.

લાઇટ ન હોવાથી અકસ્માત થતા રહી ગયો
વિદ્યાનગર જોબ હોવાને કારણે અને આ રસ્તો અનુકુળ હોવાને કારણે હુ અહીંયા થી જ અવરજવર કરું છુ, નવો બ્રિજ બનવાથી રસ્તો સારો થઇ ગયો પરંતુ લાઈટ ન હોવાને કારણે અને મારા વાહનની ડીમ લાઇટ હોઇ અનેક વાર બમ્પ ન દેખાતા અકસ્માત થતા રહી ગયો હતો. લાગતા વળગતા તંત્ર આ સમસ્યાનો વહેલો ઉકેલ લાવે તો સારૂ. > હર્ષિત મહેતા, રહીશ, નડિયાદ.

અન્ય સમાચારો પણ છે...