• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • The 197th Patotsav Of Birajata Lakshminarayan Dev Adi Dev Was Celebrated With Great Pomp In Vadtaldham, With A Large Number Of Devotees Present.

પાટોત્સવની ઉજવણી:વડતાલધામમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો 197મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો, મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોનો 197મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મોટા લાલજી સૌરભપ્રસાદજી તથા નાના લાલજી દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજના વરહસ્તે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી સત્સંગ મહાસભા સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ભગવાને મૂર્તિમાં સમાઈ જઈ પોતાના નીજ સ્વરુપનું પ્રમાણ આપ્યું હતું
વડતાલ મંદિરના કોઠારી સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આજથી 197વર્ષ પૂર્વે ભગવાન શ્રીહરિએ પોતાની બાથમાં લઈ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ - ભક્તિમાતા, શ્રી વાસુદેવ અને શ્રી રાધાકૃષ્ણની પોતાના હાથે પ્રતિષ્ઠા કરી હતી અને પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. પ્રતિષ્ઠા આરતી વેળાએ ભગવાને મૂર્તિમાં સમાઈ જઈ પોતાના નીજ સ્વરૂપનું પ્રમાણ આપ્યું હતું.

શનિવારે સવારે મંગળા આરતી બાદ 6 વાગ્યે પાટોત્સવ
ભગવાન શ્રીહરિએ ભક્તોને પોતાના સ્વરૂપનું પ્રમાણ આપતા જણાવ્યું હતું કે, હું આ રીતે અહીં વાસુદેવ-કૃષ્ણ સ્વરૂપે પ્રત્યક્ષ રહેલો છું. વડતાલ તીર્થમાં આવી જે કોઈ મુમુક્ષો મને ભાવથી ભજશે. તેમના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ. જ્યાં ધર્મ અને ભક્તિ છે. ત્યાં હું વસુ છું અને એ સત્ય સમજાવવા માટે અમારું વાસુદેવ સ્વરૂપ સ્થાપેલું છે. શનિવારે સવારે મંગળા આરતી બાદ 6 વાગે પાટોત્સવ અને કાર્તકી સમૈયાના યજમાન ભૂપેન્દ્ર રાવજીભાઈ પટેલના પરિવાર સભ્યો અભિષેક વિધિની પૂજાવિધિમાં બેઠા હતા. મંદિરના પુરોહિત ધીરેન ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી.

સંત સ્વામીએ યજમાન પરિવારનું ફુલહારથી સ્વાગત કર્યું
મંદિરના બ્રહ્મચારીએ મંદિરમાં બિરાજેલ દેવોના ન્યાસ કરાવ્યા હતા. દરમિયાન આચાર્ય મહારાજ તથા બન્ને લાલજી મહારાજે કેસર સ્નાનથી દેવોનો અભિષેક વિધિ કર્યો હતો. ત્યારબાદ મહારાજે પાટોત્સવની આરતી ઉતારી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને મુખ્ય કોઠારી સંત સ્વામીએ યજમાન પરિવારનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. અભિષેક વિધિ બાદ દેવો સમક્ષ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હજારો હરિભક્તોએ અભિષેક તથા અન્નકોટ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
2024માં વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે
​​​​​​​આ સમૈયામાં આગામી વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના બેનરનું અનાવરણ કરવામાં આવ્યું હતું .વિ.સં.2081ના કારતક સુદ-12ના રોજ વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે તા.9થી 15 નવેમ્બર 2024ના રોજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. જેનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, લાલજી મહારાજ, જ્ઞાનજીવન સ્વામી-કુંડળધામ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશ સ્વામી, સંતવલ્લભ સ્વામી, બાપુ સ્વામી, વલ્લભ સ્વામી, ટ્રસ્ટી સભ્ય ઘનશ્યામ ભગત, પ્રભુતાનંદ સ્વામી, મહેન્દ્ર નિલગિરિવાળા, શંભુ સુરત, સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

રૂ.75 લાખની સેવા નોંધાવી
કાર્તિકી સમૈયાના મુખ્ય યજમાન ભૂપેન્દ્ર પટેલને 75 વર્ષ પૂર્ણ થતાં હોય તેઓના પુત્ર ઉર્જિત પટેલ ધ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં રૂ. 75 લાખની સેવા નોંધાવી હતી. આ પ્રસંગે નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં મૂળ સંપ્રદાય વડતાલધામનું નામ ગૂંજતુ થશે. લક્ષ્મીનારાયણ દેવ ઈચ્છા કરે તેને અભિષેકનો લાભ મળે છે. સૌ ભક્તોને પોતાની સદ્‌લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવ સમર્પિત કરવાનો લાભ મળશે. જ્યારે જ્ઞાનજીવન સ્વામી જણાવ્યું હતું કે, ભગવાન અર્થે અને સંતને અર્થે જે હરિભક્તો તન, મન, ધનથી લક્ષ્મી વાપરે છે. તેને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે.
​​​​​​​શ્રીહરિએ અનેક જીવોના કલ્યાણનાં અર્થે સંપ્રદાયની સ્થાપના કરી
જે તક મળે ત્યારે જે થાય તે કરવું. આગામી બે વર્ષ પછી દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે સૌ ભક્તોએ રોજ એક સ્વામિનારાયણ મહામંત્રની માળા ફેળવવાનો નિયમ લેજો. જેથી આપણા વ્હાલાં-વ્હાલાં હરિકૃષ્ણ મહારાજ રાજી થાય. જ્યારે મોટા લાલજી મહારાજે વડતાલની ભૂમિનો મહિમા વર્ણવ્યો હતો. રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, આગામી બે વર્ષ દરમ્યાન સંપ્રદાયમાં વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક, સામાજીક કાર્યો થશે. શ્રીહરિએ અનેક જીવોના કલ્યાણનાં અર્થે સંપ્રદાયની સ્થાપના કરી છે. મૂળ સંપ્રદાયની પરંપરા જળવાય રહે તે માટે સ.ગુ. ગોપાળાનંદ સ્વામીએ બંધારણ બાંધ્યું છે. નાર સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ અંર્તગત 200 સમૂહ લગ્ન, 200 મહિલાઓને સિવણના સંચા તથા 200 દિવ્યાંગ ભાઈ-બહેનોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...