108ની પ્રામાણિકતા:ઠાસરાની 108ની ટીમે અકસ્માતના કેસમાં રોકડ રકમ અને મોબાઈલ ફોન ઘાયલ દર્દીના સ્નેહિજનને સોંપી પ્રમાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

માનવતા ભરી કામગીરી કરનાર 108 એમબ્યુલન્સની ટીમે પોતાની પ્રમાણિકતા માટે પણ‌ એટલી જ જાણીતી છે. ગતરોજ સોમવારે ઠાસરા પંથકમાં થયેલા એક અકસ્માતના કેસમાં રોકડ રકમ અને મોબાઈલ ફોન ઘાયલ દર્દીના સ્નેહિજનને સોંપી છે. આમ 108ની ટીમે ફરજ પ્રત્યે પ્રમાણિકતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સૌપ્રથમ દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સમાં લેવાયા હતા
ગતરોજ બપોરના સુમારે ઠાસરા 108 એમ્બ્યુલન્સ ટીમને કોલ મળ્યો હતો કે, પીપળવાડા રોડ પર એક અજાણ્યા વ્યકતીનો અકસ્માત થયો છે. જેથી આ કેસ મળતા ઠાસરા 108 એમ્બ્યુલન્સની ટીમ તુરંત ત્યાં હાજર થઈ ગઈ હતી. હાજર સ્ટાફ ઇ એમ ટી કિરીટ રાઠોડ તથા પાયલોટ જીજ્ઞેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાં હાજર 42 વર્ષિય પુરુષ બેભાન અવસ્થામા હતા. સૌપ્રથમ દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સમાં લેવાયા હતા. તો આ સાથે નજીક પડેલ આ વ્યક્તિની બેગ પણ જોડે લીધી હતી. આ બેગમા નાણા હતાં. સૌપ્રથમ તો દર્દીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં લઇ ઉપલા અધિકારીની સલાહ લઈને જરુરી તાત્કાલિક સારવાર આપી હતી.

ઠાસરા 108ના સ્ટાફે કિરીટ રાઠોડ અને જીજ્ઞેશભાઇએ પ્રમાણીકતાથી બધી વસ્તુ પરત આપી
આ બાદ દર્દીને નજીક આવેલ ઠાસરા CHC હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એમની પાસેથી મળી આવેલ બેગ જેમાં રોકડ રૂપિયા મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુ મળીને આશરે 17 હજારના મુદ્દામાલની આ બેગ 108ની ટીમ દ્વારા દર્દીના સ્વજનને આપવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સની ઠાસરાની ટીમે આ બેગ ડોકટર,પોલીસ તથા હોસ્પિટલ સ્ટાફની હાજરીમાં આપી છે.ઠાસરા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ કિરીટ રાઠોડ અને જીજ્ઞેશભાઇએ પ્રમાણીકતાથી બધી વસ્તુ પરત આપી છે. અને તેમની આવી પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી તે બદલ હોસ્પિટલના હાજર ડોક્ટર તથા સ્ટાફે ગુજરાતની જીવાદોરી સમાન 108 સેવાનો ખુબજ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...