કોંગ્રેસના ગઢમાં ગાબડું:ઠાસરાના જિલ્લા પંચાયતના સભ્યએ પક્ષની નારાજ થઈ રાજીનામી ધરી દીધું, કોંગ્રેસમાં હડકંપ મચી ગયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી લડી 1200 વોટથી જીત્યાં હતા

ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દિવસને‌ દિવસે તૂટી રહ્યો છે. હજુ તાજેતરમાં કોંગ્રેસના બે નેતાઓએ પક્ષથી નારાજ થઈ રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે વધુ એક કોંગ્રેસી કાર્યકરે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જેના કારણે જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

અંદરો અંદરના વિખવાદને કારણે નારાજ હતા
​​​​​​​
ઠાસરાના 32 રાણીયા બેઠક પર જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત કોંગ્રેસી નાગપાલસિહ કૃષ્ણકુમાર ઠાકોરે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. જિલ્લા પંચાયતમા કૉંગ્રેસમાથી 1200 વોટે ચૂંટાયા હતા. પરંતુ કૉંગ્રેસના અંદરો અંદરના વિખવાદને કારણે છેલ્લા કેટલાક સમયથી નાગપાલસિંહ રાઠોડ નારાજ હતા.

જિલ્લા પ્રમુખ તરીકે માલસિંહ રાઠોડની નિમણૂક
​​​​​​​ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે માલસિંહ રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજેશ ઝાલાએ હાઈકમાન્ડને રાજીનામું આપી દેતા એક સાથે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ કોગ્રેસની છે. રાજેશ ઝાલાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખેડા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે માલસિંહ રાઠોડ‌ (ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) ની નિમણૂક કરી છે. માલસિંહ રાઠોડ ખેડા જિલ્લા શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન પદે રહી ચૂક્યા છે. તેમજ અગાઉ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી ભારતસિંહ પરમારે રાજીનામું આપતા કાર્યકારી પ્રમુખ તરીકે માલસિંહ રાઠોડને કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...