ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિરના દ્વાર નજીક જ પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું નવિનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જો કે આ કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ત્યારે મંદિરે આવતા શ્રધ્દ્ધાળુઓને આવવા-જવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. નજીકમાં પૂનમ આવી રહી છે ત્યારે આ માર્ગનું યુદ્ધના ધોરણે કામગીરી થાય તેવી માંગ પ્રબળ બની છે. સાથે સાથે આ સંદર્ભે ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા તંત્રને પત્ર પાઠવી આ કામગીરી પૂરજોશમાં ચલાવવા માંગ કરી છે.
રોડના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લા કેટલાય સમયથી વિકાસલક્ષી કામો પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રોડ રસ્તાનું રીપેરીંગ સહિત નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મંદિરના દ્વાર પાસેથી પસાર થતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે આ કામ ધીમી ગતિએ ચાલુ હોવાથી છેલ્લા કેટલાય દિવસોથી અહીંયા આવતા ભક્તોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો
કામગીરી ઝડપી બને તેવા હેતુથી ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા આ આ કામગીરી વહેલી પૂર્ણ કરે તે માટે પત્ર પાઠવવામાં આવ્યો છે. ઉપરાંત નજીકમાં આવી રહેલ પૂનમના દિવસે લાખો રણછોડરાય ભક્તો મંદિરમાં મટે છે જેથી તેઓને હાલાકી ન પડે તે માટે આ કામગીરી ઝડપી બનાવવા માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી આ પરિસ્થિતિ હોવાથી શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.