ઉલ્લંઘન:ઠાસરાના ચૂંટણી અધિકારીની જોહુકમી સામે શિક્ષક સંઘ નારાજ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિપત્ર છતાં ચૂંટણી કામગીરી સોંપાઇ

ઠાસરા વિધાનસભા ચૂંટણી અધિકારી દ્વારા શિક્ષક સંઘના હોદ્દેદારોને ચૂંટણી કામગીરી સોંપાતા શિક્ષક સંઘમાં નારાજગી વ્યાપી છે. ચૂંટણી અધિકારી એવા પ્રાંત અધિકારી દ્વારા મનમાની કરીને સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની લેખિત ફરિયાદ તાલુકા શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિક્રમસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પષ્ટ પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમ છતાં ઠાસરા પ્રાંત અધિકારી દ્વારા મનસ્વી વર્તન કરીને શિક્ષક સંઘના આગેવાનોના હુકમો કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે.

કેટલાક શિક્ષક આગેવાનો દ્વારા ચૂંટણીના હુકમો રદ્દ કરવા વિનંતી કરવા છતાં કોઈપણ સંજોગોમાં રદ્દ કરવાનો ઇનકાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠી છે. પ્રાંત અધિકારી દ્વારા તાલીમમાં હાજર રહેલા શિક્ષકોને પણ નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી છે.આ બાબતે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને યોગ્ય સૂચન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...