અકસ્માતમાં મોત:નડિયાદના મહુધા રોડ પર ટેન્કરે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો, ગંભીરઈજા પહોંચતા મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ મહુધા રોડ પર બિલોદરા નજીક ટેન્કર ચાલાકે આગળ જઈ રહેલી મોટરસાયકલને ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેમાં મોટરસાયકલ ચાલક યુવકનું મોત થયું છે. નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
​​​​​​​પોલીસે કાર્યવાહી હાથ ધરી
મહુધા તાલુકાના સાંપલામાં રહેતા 27 વર્ષીય જયેશકુમાર અમરસિંહ ડાભી પોતાનું મોટરસાયકલ લઈને મહુધા-નડિયાદ રોડ પરથી આજે વહેલી સવારે પસાર થતા હતા. આ સમયે તેમનું મોટર સાયકલ બિલોદરા નજીક આવતા પાછળથી આવેલા ટેન્કરના ચાલાકે આગળ જઈ રહેલા આ મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જયેશકુમાર ડાભીને ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ બનાવ સંદર્ભેની જાણ અરવિંદભાઈ ડાભીએ નડિયાદ પોલીસમાં કરતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ કરી છે.

અન્ય સમાચારો પણ છે...