જીવલેણ અકસ્માત:કઠલાલમાં રોંગ સાઇડે આવતા કન્ટેનરે ટક્કર મારતા ટેન્કર ચાલકનું ઘટનાસ્થળે મોત

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં આવેલા પાંખીયા-સિકંદર પોરડા રોડ પર રોંગ સાઈડે આવતા કન્ટેનરે સામેથી આવતા ટેન્કરને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. કઠલાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બન્ને વાહનોના આગળના ભાગને મોટું નુકસાન
​​​​​​​
કઠલાલ તાલુકાના સિકંદર પોરડા રોડ પર ગત 13મી ઓક્ટોબરના રોજ રાજસ્થાનથી વડોદરા ખાતે જઈ રહેલું ટેન્કર નંબર (GJ 06 TT 7362) રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન સામેથી રોંગ સાઇડે આવેલા કન્ટેનર નંબર (NL 01 AC 9192) ના ચાલકે ઉપરોક્ત ટેન્કર સાથે અથડાવ્યું હતું. જેના કારણે બન્ને વાહનોના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
આ સાથે-સાથે ટેન્કરમાં બેઠેલા 53 વર્ષીય ચાલક મહેન્દ્રસિંઘ રામપાલસિંઘ ભદોરીયા (રહે. નવરંગ સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા)નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સંદર્ભે કઠલાલ પોલીસે ચિરાગ મોહનલાલ જોશીની ફરિયાદના આધારે ઉપરોક્ત કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...