જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના માર્ગદર્શન હેઠળ મહેમદાવાદ તાલુકાના ધોરણ 3થી 5ના પર્યાવરણ વિષયનાં શિક્ષકોનો બે દિવસીય તાલીમ વર્ગનુ આયોજન સિહુજ કુમાર પ્રાથમિક શાળા ખાતે થયું હતું.
આ તાલીમ વર્ગમા મહેમદાવાદ તાલુકાના 177 શિક્ષકોએ બે દિવસ સુધી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલ દ્વારા તૈયાર કરવામાં આવેલા માસ્ટર ટ્રેનર મારફતે શિક્ષકોને પર્યાવરણની જાળવણી, અભ્યાસક્રમ, અધ્યયન નિષ્પત્તિઓ, પર્યાવરણનો માનવજાત સાથેનો નાતો, લર્નિંગ આઉટકમસ, ટી.એલ.એમ., પર્ણ પોથી, વગેરે બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ સમગ્ર તાલીમમાં મહેમદાવાદ બી.આર.સી. કો. ઓર્ડીનેટર ભૂપેન્દ્રભાઈ પટેલ, સી.આર.સી સિહુજ - ભરતભાઈ રબારીએ પૂરતો સમય ફાળવી તાલીમો શિક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. મહેમદાવાદ તાલુકાના કુલ 177 શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. સિહુજ કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રગીરી ગોસ્વામી અને શાળા પરિવારે તમામ વ્યવસ્થા કરી હતી. સિહુજ કુમાર શાળા સમગ્ર ખેડા જિલ્લામાં પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રત્યક્ષપણે જ્ઞાન, અવલોકન, નવિનતા સભર અનુભવ મેળવી શિક્ષણનું નવું ભાથું બાંધી પોતાનાં વર્ગના વિદ્યાર્થીઓને ઉપયોગી જ્ઞાન આપી શકે. પર્યાવરણ તાલીમના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના કન્વિનર અજમેરી અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કઠલાલના પ્રાચાર્ય મનુભાઈ પરમાર પણ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.