નજીવી વાતે ધીંગાણું:વડથલમાં ગંદકી કેમ કરો છો તેમ કહેતાં વાત વણસી

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે 8 શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો

મહુધાના ઇન્દિરાનગરી દરગાહ પાસે રહેતા સુલ્તાનબાનુ મીરજા રવિવારના રોજ તેમના ઘરની બહાર વાસીદુ કરી રહ્યા હતા.તે સમયે ફળીયામાં રહેતા મુસ્તાક હુસેન મલેક રસ્તામાં થઇ નીકળેલી અને રસ્તા ઉપર ગંદકી કેમ કરો છો,જેથી સુલ્તાનાબાનુએ કહેલ કે રસ્તા ઉપર ક્યા ગંદકી કરી છે,તેમ કહેતા તે ઉશ્કેરાઇ જઇ ગાળાગાળી કરી મારવા આવતા બૂમાબૂમ કરતા ભત્રીજો સોહીલબેગ આવ્યો હતો. તે સમયે અકીકબેગ, યાસીનબેગ, નાજીમબેગ આવી સોહીલ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો.

એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે સુલ્તાનબાનુ રઝાકબેગ મીરજાએ મહુધા પોલીસ મથકે મૂસ્તાકહુસેન અલ્લારખા મલેક, અકીકબેગ નજીરબેગ મીરજા, યાસીનબેગ જહુરબેગ મીરજા અને નાજીમબેગ જહુરબેગ મીરજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે મૂસ્તાકહુસેન અલ્લારખા મલેકે સોહીલબેગ નજીરબેગ મીરજા, રજાકબેન અહેમદબેગ મીરજા, મોહસીનબેગ જહીરબેગ મીરજા અને ઇસ્તયાગબેગ ઇમ્તીયાજબેગ મીરજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...