ત્રણ દિવસ સાચવીને રહેજો:ખેડા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ મોડમાં

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના તલાટીઓને ગામમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું

ખેડા જિલ્લામાં આવનાર ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહીને લઈ જિલ્લા કલેકટરે તંત્રને એલર્ટ કરી દીધો છે. જેને લઇ આકસ્મિક કોઈ મુસીબત આવી જાય તો તેની સામે પહોંચી વળાય આ ઉપરાંત પ્રજાને પણ તકદેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટરે જિલ્લાના તંત્રને એલર્ટ કરી દીધો છે
ખેડા જિલ્લામાં ધીમે ધીમે ચોમાસુ જામી રહ્યું છે એમાંય વળી હવામાન ખાતાની એવી આગાહી છે કે આવનાર ત્રણ દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે તેમ જ ઉપરવાસમાં વરસાદ પડે તો ડેમમાં પાણી છોડાય તેવી શક્યતાઓ પણ છે. આવા સમયે ખેડા જિલ્લાની પ્રજાને મુશ્કેલીમાં મુકાવવું ન પડે તેવા હેતુસર જિલ્લા કલેક્ટરે જિલ્લાના તંત્રને એલર્ટ કરી દીધો છે.

નીચાણવાળા રસ્તા, પુલ હોય ત્યાં અવશ્ય સૂચક બોર્ડ લગાવવા
તમામ સરકારી કચેરીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે કે નીચાણવાળા રસ્તા, પુલ હોય ત્યાં અવશ્ય સૂચક બોર્ડ લગાવવા જેથી કરીને આ રોડ પર પાણી ભરાય તો વાહન ચાલકો તેમજ પ્રજા મુશ્કેલીમાં ન મુકાય આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગને પણ સૂચના આપી છે કે કોઈ જગ્યા પર રસ્તા ધોવાણ થાય તો તે રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવો તેમજ નદી કાંઠે વસતા ગામડાઓની પ્રજા તેમ જ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ભારે વરસાદ પડે તો આ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા જણાય તો તાત્કાલિક ધોરણે આ લોકોને નીચણવાળા વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડી દેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તાલુકા તેમજ જિલ્લાના અધિકારીઓને ખાસ કરીને ગ્રામ પંચાયતના તલાટીઓને ગામમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે તેમજ પ્રજાને પણ અતિ ભારે વરસાદમાં બહાર ન નીકળવા માટે અને તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...