આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત ભારતભરમાં અને ગુજરાતમાં અનેક કાર્યક્રમો થયા છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ પ્રભુ શરણમ બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે , બ્રહ્માકુમારી આયોજિત "ખુશ હાલ મહિલા, ખુશહાલ પરિવાર" વિષય ઉપર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એવરેસ્ટ શિખર ચઢનાર ગુજરાતના પ્રથમ અને ભારત અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમે આવેલ યુવતીનું ખાસ સન્માન કરાયું
આ કાર્યક્રમમાં રાજ યોગીની પૂર્ણિમાદીદી, મુખ્ય મહેમાન તરીકે નડિયાદના સિનિયર સિવિલ જજ ચિત્રાબેન રતનું, ડોક્ટર પારુલ શાહ, એવરેસ્ટ શિખર ચઢનાર ગુજરાતના પ્રથમ અને ભારત અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમે આવેલ સુરતના અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત સુરતની આ બંને દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
એવરેસ્ટ શિખર અંગેની ડોક્યુમેન્ટરી પણ નિહાળાઈ
દીપ પ્રાગટ્ય કરતા સિનિયર સિવિલ જજ ચિત્રાબેન રતનુએ જણાવ્યું કે મહિલાઓ આગળ વધે શિક્ષિત થાય અને સ્વનિર્ભર બની વિશ્વમાં ભારતના નામનો ડંકો વગાડે, અન્ય ઉપસ્થિત બહેનો એ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ ગોષ્ઠીમાં ખુશ હાલ મહિલા અને ખુશ હાલ પરિવાર પર પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. જ્યારે બ્ર.કુ સ્મિતાબેને ગોષ્ઠી અંગેનો ખ્યાલ આપી આજના જમાનામાં સામાજિક પરિસ્થિતિમાં દીકરીઓ બહેનોની પરિસ્થિતિ અંગેની વાત કરી હતી. ઉપસ્થિત બહેનો તેમજ ભાઈઓએ એવરેસ્ટ શિખર અંગેની ડોક્યુમેન્ટરી પણ નિહાળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.