• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Nadiad
  • Swachh Bharat Abhiyan 2.0 Conducted By Nehru Yuva Kendra In Nadiad, Students And Teachers Of James Indian Public School Helped Children With Disabilities

ત્રિવેણી કાર્યક્રમ:નડિયાદમાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન 2.0 હાથ ધરાયું, જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ દિવ્યાંગ બાળકોને સહાય કરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના યુવા વિકાસ કાર્યક્રમ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આ મહિના દરમિયાન ભારત સરકારના સ્વચ્છ ભારત 2.0 અભિયાન હાથ ધરાયું છે. જે અન્વયે ખેડા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા નડિયાદના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલી દિવ્યાંગો માટેની ‘મૈત્રી’ સંસ્થા ખાતે નહેરુ યુવા કેન્દ્ર, મૈત્રી સંસ્થા અને જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કુલના સંયુક્ત ઉપક્રમે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કુલના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આશરે 30 હજાર જેટલી રકમનુ ભંડોળ એકત્ર કરી મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે બિસ્કીટ, ફળ સહિત અર્પણ કરવામા આવ્યું હતું.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યાં
મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો, જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે નહેરુ યુવા કેન્દ્રના સંયોજનથી સફાઈ અભિયાન અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્રના સંજય પટેલ, બ્લોક સુપરવાઇઝર આલાપ તલાટી, યુવા કાર્યકરો, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર, જેમ્સ ઇન્ડિયન સ્કુલના પ્રિન્સિપાલ તથા ટ્રસ્ટી રાકેશ અમરેલીયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...