હુકમ:કાજીપુરા કંપનીમાં ગેસ ગળતર બનાવમાં સુપરવાઈઝરને જેલ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્ટે કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો

ખેડાના કાજીપુરામાં આવેલ કેમિકલ કંપનીમાં ઝેરી કેમિકલ ગેસ ગળતરનો કિસ્સો મંગળવારના રોજ પ્રકાશમાં આવ્યો હતો. કંપનીમાં આવેલ કેમિકલ ટેન્કમાં વેસ્ટેજ સલ્જ કાઢવા 6 વર્કરો ઉતરતા 3 ત્રણ વ્યક્તિ ઝેરી કેમિકલ અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પૈકી એક કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે બે કર્મચારીઓ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે ખેડા પોલીસે કંપનીના સુપરવાઈઝર અબ્દુલકાદિર યુસુફભાઈ રાવાણીને રાઉન્ડઅપ કર્યો હતો. આ બાદ તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

જે રિપોર્ટ નેગેટીવ આવતા ગુરૂવારના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કંપનીના સુપરવાઈઝર અબ્દુલકાદિર રાવાણીને જિલ્લા જેલ મોકલી આપવા હુકમ કર્યો છે. જો કે આ બનાવ અંગે સ્થાનિક પોલીસે સુપરવાઇઝરના રિમાન્ડ માંગણી કરી ન હતી તેમજ સુપરવાઇઝરના વકીલ દ્વારા પણ જામીન અરજી મુકી ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...