આવેદન:મહેમદાવાદ તાલુકાના કોઠીપુરામાં ગેરકાયદે વૃક્ષ કાપવા બાબતે મામલતદારને રજૂઆત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પતિના કાકાને વૃક્ષ કાપતા રોક્યા તો સરપંચ પતિએ લાફો મારી દીધો હોવાનો આક્ષેપ

મહેમદાવાદના કોઠીપુરા-હલદરવાસની સર્વે નં.10 વાળી પંચાયતની જમીનમાંથી વૃક્ષો કાપવાને લઇ વિવાદ થયો છે. ગત તા.22 મેના રોજ સરપંચ પતિના કાકા દ્વારા પુર્વ મંજુરી વગર વૃક્ષો કાપી નાંખ્યા હતા, જે સમયે અરજદાર દ્વારા ગ્રામ લોકોને બોલાવી વિરોધ કરતા સરપંચ પતિ એ લાફો મારી દીધો હોવા બાબતે મામલતદારને લેખિત ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે.અરજદાર રમેશભાઈ મંગાભાઈ પરમારે જણાવ્યું છેકે તા.22 મેના રોજ રાત્રીના 10 વાગ્યાના સુમારે તે સર્વે નં.10 વાળી સરકારી જમીનની પાસેથી પસાર થતો હતો, ત્યારે જુગાભાઈ પરમારનાઓ જમીનમાંથી લીમડા, બાવળ અને અરડુસીના લીલા વૃક્ષો કાપી રહ્યા હતા.

જેથી તેઓએ આ કામના આરોપીને ઝાડ નહી કાપતા સમજાવેલ પરંતુ તેઓએ વાત ધ્યાન નહીં લેતા અરજદાર ગામમાં જઇ અન્ય લોકોને ત્યા બોલાવી લાવ્યા હતા. દરમિયાન સ્થળ પર હજાર સરપંચના પતિ પ્રધ્યુમન પરમારે રમેશભાઈને લાફો મારી બીજા માણસોને શા માટે બોલાવી લાવ્યો તેમ જણાવ્યું હતું.

જુગા પરમાર એ પ્રધ્યુમન પરમારના કાકા થતા હોઈ બંનેએ એકબીજાના મેણા પીપળામાં આવી આ વૃક્ષ કાપ્યા હોઇ કાયદેસરની કાર્યવાહી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરી છે. અરજદાર પ્રદ્યુમનભાઇ પરમાર, સરપંચના પતીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં અમારી સામે હારી ગયા છે. જેથી હાર પચતી નથી, અને અમારી સામે આવી ખોટી અરજીઓ કર્યા કરે છે.

અન્ય સમાચારો પણ છે...